325થી વધુ ખેલાડીઓની રેકોર્ડ ભાગીદારી; અંડર-13, અંડર-17 અને અંડર-19 બોયઝ વર્ગમાં રોમાંચક ક્વાર્ટર ફાઇનલ મુકાબલા

અમદાવાદ
ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ અમદાવાદ (TTAA) દ્વારા આયોજિત પ્રથમ અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો ગુરુવારે શેલા સ્થિત ક્લબ O’7 ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. 325થી વધુ ખેલાડીઓની રેકોર્ડ ભાગીદારી સાથે યોજાઈ રહેલી આ સ્પર્ધાના પ્રથમ દિવસે અંડર-13, અંડર-17 અને અંડર-19 બોયઝ સિંગલ્સ વર્ગની ક્વાર્ટર ફાઇનલ મેચો રમાઈ હતી. ટોચના ક્રમાંકિત ખેલાડીઓએ પોતાના પ્રભાવશાળી દેખાવ સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
અંડર-13 બોયઝ સિંગલ્સમાં ટોચના સીડ નક્ષ પટેલે રિયાન અગ્રવાલને 3-0થી હરાવી પોતાની મજબૂત દાવેદારી નોંધાવી હતી. વિવાન શાહે ધ્યાણ શાહ સામે પાંચ ગેમ સુધી ચાલેલી રોમાંચક મેચમાં જીત મેળવી હતી. જ્યારે પાર્શ્વ શાહ અને શ્લોક દવેએ પણ પોતાના મુકાબલાઓ જીતી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અંડર-17 બોયઝ સિંગલ્સમાં માલવ પંચાલ, અંશ ખમ્માર, ધ્યાન ચંદક અને દ્વિજ ભાલોડિયાએ જીત મેળવી અંતિમ ચારમાં સ્થાન સુનિશ્ચિત કર્યું હતું. ધ્યાન ચંદકે ત્રીજા ક્રમાંકિત તવિશ પટેલને હરાવી નોંધપાત્ર જીત મેળવી હતી.
અંડર-19 બોયઝ સિંગલ્સમાં દ્વિજ ભાલોડિયા, માલવ પંચાલ, અભિલક્ષ પટેલ અને હિમાંશ દહિયા સેમિફાઇનલમાં પહોંચ્યા હતા. માલવ પંચાલે દિવ્ય ભવસાર સામે બે-એકથી પાછળ હોવા છતાં શાનદાર વાપસી કરી હતી, જ્યારે હિમાંશ દહિયાએ અંશ ખમ્માર સામે પાંચ ગેમ સુધી ચાલેલી જંગી મેચ જીતી હતી.
શુક્રવારથી ગર્લ્સની તમામ કેટેગરીઓ તેમજ વેટરન્સ સ્પર્ધાઓનો પ્રારંભ થશે, જેના કારણે ટુર્નામેન્ટમાં વધુ રોમાંચ ઉમેરાશે.
પરિણામો
અંડર-13 બોયઝ સિંગલ્સ (ક્વાર્ટર ફાઇનલ):
નક્ષ પટેલ (1) એ રિયાન અગ્રવાલને 3-0 (11-1, 11-4, 11-1)થી હરાવ્યો.
વિવાન શાહ (4) એ ધ્યાણ શાહ (5)ને 3-2 (10-12, 11-5, 11-9, 7-11, 11-8)થી હરાવ્યો.
પાર્શ્વ શાહ (3) એ સાહસ મંગલ (6)ને 3-0 (11-7, 11-6, 11-9)થી હરાવ્યો.
શ્લોક દવે (2) એ રામ નાયક (7)ને 3-0 (11-7, 11-2, 11-8)થી હરાવ્યો.
અંડર-17 બોયઝ સિંગલ્સ (ક્વાર્ટર ફાઇનલ):
માલવ પંચાલ (1) એ નક્ષ પટેલને 3-0 (11-4, 12-10, 11-1)થી હરાવ્યો.
અંશ ખમ્માર (4) એ રચિત શાહ (5)ને 3-1 (11-8, 10-12, 11-6, 11-6)થી હરાવ્યો.
ધ્યાન ચંદક (6) એ તવિશ પટેલ (3)ને 3-1 (11-9, 11-8, 8-11, 11-7)થી હરાવ્યો.
દ્વિજ ભાલોડિયા (2) એ નૈતિક અવટણે (7)ને 3-0 (11-8, 11-4, 11-4)થી હરાવ્યો.
અંડર-19 બોયઝ સિંગલ્સ (ક્વાર્ટર ફાઇનલ):
દ્વિજ ભાલોડિયા (1) એ નક્ષ પટેલ (8)ને 3-0 (11-3, 13-11, 11-8)થી હરાવ્યો.
માલવ પંચાલ (2) એ દિવ્ય ભવસાર (7)ને 3-2 (11-8, 8-11, 9-11, 11-8, 11-5)થી હરાવ્યો.
અભિલક્ષ પટેલ (4) એ વત્સલ પટેલ (5)ને 3-0 (11-7, 11-4, 11-9)થી હરાવ્યો.
હિમાંશ દહિયા (3) એ અંશ ખમ્માર (6)ને 3-2 (11-7, 15-17, 9-11, 11-6, 11-3)થી હરાવ્યો.
