વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો યથાવત્

Spread the love

ગુજરાતની હીના રાજગોરે સુવર્ણ ચંદ્રક જીતી ભારતના સ્વર્ણિમ અભિયાનનું નેતૃત્વ કર્યું, 50 પદકો સાથે ભારત ટોચ પર

અમદાવાદ

અમદાવાદના ઈકેએ એરેનામાં યોજાઈ રહેલી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ-2026માં ભારતે પોતાના શાનદાર પ્રદર્શનનો સિલસિલો જાળવી રાખ્યો છે. સ્પર્ધાના અંતિમ દિવસ પૂર્વે ભારત 40 સુવર્ણ, 8 રજત અને 2 કાંસ્ય સહિત કુલ 50 પદકો સાથે પદક કોષ્ટકમાં પ્રથમ સ્થાને છે. ગુજરાતની હીના રાજગોરે સિનિયર-બી મહિલા ફોરવર્ડ બેન્ડ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ભારતના સ્વર્ણિમ અભિયાનને વધુ મજબૂત બનાવ્યું હતું.

હીના રાજગોરની ઘરઆંગણેકમાલ

ગુજરાતના ભુજની રહેવાસી અને યોગ વિષયમાં પીએચડી કરી રહેલી હીના રાજગોરે ફોરવર્ડ બેન્ડ સિનિયર-બી મહિલા વિભાગમાં 43.50 ગુણ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ઓમાનની પ્રીતિ જૈમાનીએ 38.15 ગુણ સાથે રજત ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે રશિયાની સ્વેતલાના લુકાશોવા અને જોર્ડનની માયા અલ અલોસ્થાથે સંયુક્ત રીતે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો.

હીનાએ જણાવ્યું હતું કે ઘરઆંગણે સુવર્ણ જીતવાની લાગણી ખાસ હોય છે. કોવિડ બાદ સ્પર્ધાત્મક યોગાસનમાં આગળ વધવા માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો હતો, પરંતુ માનસિક એકાગ્રતા અને સતત મહેનતના કારણે આજે સફળતા મળી રહી છે.

પદક કોષ્ટકમાં ભારતની મજબૂત આગેવાની

ભારત 50 પદકો સાથે પ્રથમ સ્થાને છે. ભારતના ખાતામાં 40 સુવર્ણ, 8 રજત અને 2 કાંસ્ય ચંદ્રકો છે. જાપાને બે વધુ સુવર્ણ ચંદ્રક જીતતા કુલ 10 પદકો સાથે બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે સિંગાપુર બે સુવર્ણ સહિત કુલ 6 પદકો સાથે ત્રીજા સ્થાને છે.

યોગાસનને વૈશ્વિક રમત તરીકે ઓળખનો ઐતિહાસિક પ્રયાસ

પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ યોગાસનને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ સ્પર્ધા દ્વારા યોગાસનને ભવિષ્યમાં ઓલિમ્પિક માન્યતા અપાવવાના પ્રયાસોને પણ બળ મળી રહ્યું છે.

જાપાન, રશિયા અને ઉઝબેકિસ્તાનના ખેલાડીઓએ પણ જીત્યા સુવર્ણ

જાપાનના હિસાશી વતાનાબેએ સુપાઈન ઇન્ડિવિજ્યુઅલ સિનિયર-બી પુરુષ વિભાગમાં અને ટોમાકો શિમિઝૂએ લેગ બેલેન્સ ઇન્ડિવિજ્યુઅલ સિનિયર-સી મહિલા વિભાગમાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. રશિયાની સ્વેતલાના લુકાશોવાએ સુપાઈન ઇન્ડિવિજ્યુઅલ સિનિયર-બી મહિલા વિભાગમાં સુવર્ણ મેળવ્યો હતો. જ્યારે કમોલાતદીન રહમાનોવે લેગ બેલેન્સ ઇન્ડિવિજ્યુઅલ સિનિયર-સી પુરુષ વિભાગમાં સુવર્ણ જીતતા ઉઝબેકિસ્તાનને સ્પર્ધાનું પ્રથમ સુવર્ણ અપાવ્યું હતું.

મુખ્ય પરિણામો

આર્ટિસ્ટિક સિંગલ

સબ-જૂનિયર પુરુષ

  • સુવર્ણ: રોહન તયાડે (ભારત) – 110.13
  • રજત: પ્રયાસ ચૌહાણ (નેપાળ) – 43.39
  • કાંસ્ય: યાતિશ કૃષ્ણનાથન (શ્રીલંકા) – 24.35

જૂનિયર મહિલા

  • સુવર્ણ: તૃપ્તિ ડોંગરે (ભારત) – 112.63
  • રજત: એન્ડ્રિયા સ્ટોયાન (રોમાનિયા) – 65.54
  • કાંસ્ય: કિમાની બ્લેક (અમેરિકા) – 57.26

સિનિયર મહિલા

  • સુવર્ણ: રુદ્રાક્ષી ભાવે (ભારત) – 114.25
  • રજત: લેમ ઙા માન (હોંગકોંગ) – 80.83
  • કાંસ્ય: ચાંદની પરિયાર (નેપાળ) – 74.98

સિનિયર પુરુષ

  • સુવર્ણ: અર્જુન પરમાર (ભારત) – 99.50
  • રજત: બેટ્રોમિયો મકુમ્બી (તાન્ઝાનિયા) અને એલન (ઉઝબેકિસ્તાન) – 80.13
  • કાંસ્ય: ઓસવર્ડ લિફુમ્બે (ઝિમ્બાબ્વે) અને વેરોન ઓવિનો (કેન્યા) – 67.09

જૂનિયર પુરુષ

  • સુવર્ણ: ઋતિકા બિશ્નોઈ (ભારત) – 112.88
  • રજત: સંદેશ ધિતાલ (નેપાળ) – 64.74
  • કાંસ્ય: લાથુરશન કૃષ્ણકુમાર (શ્રીલંકા) – 52.23

સુપાઈન ઇન્ડિવિજ્યુઅલ

સિનિયર-એ મહિલા

  • સુવર્ણ: નિશા ચાવડા (ભારત) – 38.92
  • રજત: નાબિલા બારાઝા (આર્જેન્ટિના) – 36.15
  • કાંસ્ય: ગ્વેન ઓંગ કુઈ ફાન (સિંગાપુર) અને સોના સોગોયાન (આર્મેનિયા) – 34.99

સિનિયર-એ પુરુષ

  • સુવર્ણ: વિકાસ લાઠર (ભારત) – 39.59
  • રજત: કરીમા સ્વાફી (તાન્ઝાનિયા) – 37.92
  • કાંસ્ય: શાકિરોવ દિમિત્રિયેવિચ (ઉઝબેકિસ્તાન) – 36.44

સિનિયર-બી મહિલા

  • સુવર્ણ: સ્વેતલાના લુકાશોવા (રશિયા) – 38.62
  • રજત: અમિતા કુમારી (ભારત) – 37.46
  • કાંસ્ય: સૃજના શ્રેષ્ઠા (નેપાળ) – 36.88

સિનિયર-બી પુરુષ

  • સુવર્ણ: હિસાશી વતાનાબે (જાપાન) – 41.79
  • રજત: રોહિત ચવ્હાણ (ભારત) – 41.78
  • કાંસ્ય: દાનિલ રિકોવ (કિર્ગિસ્તાન) અને મોઆતાઝ હિન્દાવી (ઇજિપ્ત) – 38.82

પરંપરાગત યોગાસન

સબ-જૂનિયર મહિલા

  • સુવર્ણ: દેવાંશી ગર્ગ (ભારત) – 62.58
  • રજત: સુહારિકા કાર્કી (નેપાળ) – 61.00
  • કાંસ્ય: આહાના ગોસ્વામી (ઓમાન) – 60.92

ફોરવર્ડ બેન્ડ

સિનિયર-બી મહિલા

  • સુવર્ણ: હીના રાજગોર (ભારત) – 43.50
  • રજત: પ્રીતિ જૈમાની (ઓમાન) – 38.15
  • કાંસ્ય: સ્વેતલાના લુકાશોવા (રશિયા) અને માયા અલ અલોસ્થાથ (જોર્ડન) – 36.96

લેગ બેલેન્સ ઇન્ડિવિજ્યુઅલ

સિનિયર-સી મહિલા

  • સુવર્ણ: ટોમાકો શિમિઝૂ (જાપાન) – 31.84
  • રજત: ડોમા ચંદા (મોરિશિયસ) – 30.47
  • કાંસ્ય: સુધા (ભારત) – 30.30

સિનિયર-સી પુરુષ

  • સુવર્ણ: કમોલાતદીન રહમાનોવ (ઉઝબેકિસ્તાન) – 37.33
  • રજત: સતીશકુમાર ગુજરાતી (ભારત) – 36.35
  • કાંસ્ય: તાકુરો સાતો (જાપાન) – 29.35

અનેક સંસ્થાઓનો સહયોગ

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ-2026ને કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, આયુષ મંત્રાલય, ભારતીય રમત પ્રાધિકરણ (SAI), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત ટુરિઝમ તથા ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનનો સહયોગ પ્રાપ્ત થયો છે. આયોજકોના જણાવ્યા મુજબ આ ચેમ્પિયનશિપ યોગાસનને વૈશ્વિક રમત તરીકે સ્થાપિત કરવા અને તેને ઓલિમ્પિક માન્યતા અપાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *