ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન -4નો ગુરુવારથી પ્રારંભ

Spread the love

ટેબલ ટેનિસની પ્રથમમાં ચેન્નાઈ લાયન્સ અને પુનેરી પલ્ટન એકબીજા સાથે ટકરાશે; આ મેચોને સ્પોર્ટ્સ 18 પર પ્રસારિત કરવામાં આવશે અને જીઓ-સિનેમા પર
સ્ટ્રીમ કરાશે તેમજ BookMyShow શો પર ટિકિટ ઉપલબ્ધ રહેશે

પુણે

હાઈ-વોલ્ટેજ એક્શન સ્ટેજ માટે ટેબલ ટેનિસ તૈયાર છે. પૂણેના મહાલુંગે-બાલેવાડીમાં આવેલા શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન -4નો ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે. ટેબલ ટેનિસની પ્રથમ મેચ ચેન્નાઈ લાયન્સ અને પુનેરી પલ્ટન વચ્ચે રમાશે. આ મેચો સ્પોર્ટ્સ 18 પર પ્રસારિત કરવામાં આવશે અને જીઓ-સિનેમા પર સ્ટ્રીમ કરવામાં આવશે અને બુકમાય શો પર ટિકિટ ઉપલબ્ધ રહેશે. ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન- 4 એ ડફા ન્યુઝ દ્વારા સંચાલિત છે.

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના સહયોગથી નિરજ બજાજ અને વિટા દાની દ્વારા પ્રમોટ કરવામાં આવેલી ફ્રેન્ચાઈઝી આધારિત લીગની 2017માં શરૂઆત થઇ ત્યારથી જ ભારતીય ટેબલ ટેનિસ માટે એક ગેમ-ચેન્જર સાબિત થઇ છે અને આ ચોથી સિઝન પણ સફળતાની સિદ્ધીઓ હાંસલ કરવા માટે પ્રયત્ન કરશે.

ઇન્ડિયન ઓઇલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન-4માં 12 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સહિત કુલ 36 ખેલાડીઓ 18 દિવસના સમયગાળામાં રોમાંચક એક્શનમાં જોવા મળશે. આમાંથી 14 પેડલર્સ ઓલિમ્પિકમાં રમી ચૂક્યા છે, જ્યારે નવ ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

30 જુલાઈ સુધી ચાલનાર ટેબલ ટેનિસ સિઝન 4ની પ્રારંભિક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ લાયન્સ પુનેરી પલ્ટન સામે ટાઈટલ ડિફેન્સની શરૂઆત કરશે. ચેન્નાઈ લાયન્સ ચેલેન્જની આગેવાની ભારતીય પેડલર્સ અચંતા શરથ કમલ કરશે.

પૂણેમાં પ્રિ-સિઝન પ્રેસ કોન્ફરન્સમાં શરથ કમલે કહ્યું કે, અમને આનંદ એ વાતનો છે કે, ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન – 4 સાથે અમે એકવાર ફરી પાછા ફર્યા છે. આપણે સૌ ટેબલ ટેનિસની ટોચની એક્શન તેમજ હાઇ-વોલ્ટેજ મેચો જોવા માટે તૈયાર છીએ. એટલું જ નહીં, UTT રમતને ખરેખર રોમાંચક બનાવે છે. ઘણા યુવા ખેલાડીઓ પણ તેનો ભાગ બની શકે છે જે ભારતીય ટેબલ ટેનિસ માટે ખરેખર મહાન બાબત છે.

પુનેરી પલટન ટેબલ ટેનિસ પેડલર હાના માટેલોવા ભારતમાં રમવા માટે ઉત્સાહિત છે. આ સિઝનમાં ફ્રેન્ચાઈઝીને નવી ઊંચાઈએ લઈ જવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માંગે છે. માટેલોવાએ કહ્યું કે, ફરીથી યુટીટી પરિવારનો ભાગ બનવું એ મારા માટે એક સન્માનની વાત છે અને મેં યુટીટી સિઝન-2 માં જે રીતે પ્રદર્શન કર્યું એ જ રીતે હું તેને આગળ કન્ટીન્યુ રાખવા માંગુ છું. હું મારા સાથી ખેલાડીઓ સાથે રમવા માટે ઉત્સાહિક છું અને અમે શક્ય હોય ત્યાં સુધી જવાનો પ્રયાસ કરીશું.

ભારતની સ્ટાર મનિકા બત્રા પણ સીઝન 4 નું મુખ્ય આકર્ષણ છે અને તે બેંગલુરુ સ્મેશર્સનું પ્રતિનિધિત્વ કરશે. હું આ સિઝનમાં રમવા માટે ખરેખર ઉત્સાહિત છું. સીઝન 4માં લીગમાં ઘણા નવા ચહેરાઓ છે અને તેમની સાથે રમવું રોમાંચક અનુભવ હશે કારણ કે તે બધા ખરેખર પ્રતિભાશાળી છે. બત્રાએ વધુમાં કહ્યું કે, બેંગલુરુ સ્મેશર્સ દરેક ટાઈમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

આ અંગે દબંગ દિલ્હી TTCsના સાથિયાન જ્ઞાનસેકરને કહ્યું કે, હું UTTની તમામ સિઝન માટે દબંગ દિલ્હી TTCનો ભાગ રહ્યો છું અને ટીમ સાથે અહીં ફરી પાછા આવવું ઘર વાપસી જેવું લાગે છે. લીગએ ભારતીય પ્રતિભાને ઓળખવામાં અને આગળ લઇ જવામાં જબરદસ્ત ભૂમિકા ભજવી છે કારણ કે જ્યારે મેં મારી પ્રથમ મેચ રમી ત્યારે હું એક નાનો છોકરો હતો અને હવે હું આંતરરાષ્ટ્રીય સર્કિટમાં ભારતનો નિયમિત ખેલાડી છું. એટલે આ દરેક માટે એક મહાન તક છે અને અમે સીઝન 4ની રાહ જોઈ રહ્યા હતા.

ગોવા ચેલેન્જર્સના અલ્વારો રોબલ્સે કહ્યું કે, આ પ્રકારની મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે UTT અને ભારતીય ટેબલ ટેનિસનો આ એક ખૂબ મોટો પ્રયાસ છે કારણ કે તે ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ આપણા બધા માટે ખૂબ જ ઉપયોગી છે અને હું UTT સિઝન-4 માં મારા અન્ય સાથી ખેલાડીઓ સાથે રમવા માટે ઉત્સુક છું

યુ મુમ્બા ટીટીની લીલી ઝાંગ પણ ભારતમાં રમવા માટે રોમાંચિત છે અને માને છે કે ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ સીઝન-4 એ ઇન્ડિયન ટેબલ ટેનિસને વિશ્વના નકશા પર મુકશે. ઝાંગે કહ્યું કે, હું ફરીથી ભારતમાં આવીને અને ખરેખર બેસ્ટ ટેનિસ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું અહીં સીઝન 2 માં રમ્યો હતો અને મને લાગે છે કે UTT આ વખતે નવા ચહેરાઓ સાથે ફરી પાછો આવ્યો છે. આ સ્પર્ધામાં ટીમ સ્પિરિટ અને વાતાવરણ ખરેખર સારું છે અને હું તમામ રોમાંચક ટેબલ ટેનિસ એક્શનની રાહ જોઈ રહ્યો છું.

સિઝન 4ની તમામ મેચનું પ્રસારણ સાંજે 7.30 વાગ્યે સ્પોર્ટ્સ 18 પર થશે. આ સાથે જી-સિનેમા પર સ્ટ્રીમ પણ કરવામાં આવશે. જ્યારે ટિકિટો BookMyShow પર ઉપલબ્ધ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *