ટ્રેનના જળથી શિવજીને અભિષેકના સિન પર લોકોમાં નારાજગી

Spread the love

સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ કરવા માટે સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો, હાલમાં આ ફિલ્મ રિવ્યુ કમિટીને મોકલી દેવામાં આવી


મુંબઈ
હાલમાં જ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ઓએમજી 2નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના કારણે સોશ્યલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. ટીઝરમાં એક સીન બતાવવામાં આવ્યો છે જેમાં ભગવાન શિવને ટ્રેનના જળથી અભિષેક કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ આ સીનને લઈને ગુસ્સે ભરાયા છે. આ દરમિયાન સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ કરવા માટે સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાલમાં આ ફિલ્મ રિવ્યુ કમિટીને મોકલી દેવામાં આવી છે.
હાલમાં જ ફિલ્મના મેકર્સે ટીઝર રિલીઝ કર્યું હતું. જેમાં અક્ષય કુમાર ભગવાન શંકર અને પંકજ ત્રિપાઠી એક પરમ શિવ ભક્તની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મનું ટીઝર જોઈને સ્પષ્ટ થાય છે કે અગાઉના ભાગની જેમ આ વખતે પણ ઈશ્વર અને માણસના સંબંધની આસપાસ એક રસપ્રદ વાર્તા વણાઈ છે. જેને જોઈને કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર તેની પ્રશંસા કરી રહ્યા હતા તો કેટલાક લોકોએ શિવના અભિષેકના દ્રશ્યો પર વાંધો ઉઠાવ્યો હતો. લોકોનું કહેવું છે કે આ સીનથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ફિલ્મમાં અક્ષય ભગવાન શિવના રોલમાં જોવા મળી રહ્યો છે. લાંબી જટાઓ, કપાળ પર ભસ્મ સાથેનો તેનો લુક ઘણા દર્શકોને પસંદ આવ્યો છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થવાની હતી. છેલ્લા ભાગમાં અક્ષય કુમાર અને પરેશ રાવલની જોડીને દર્શકોએ ખૂબ વખાણી હતી. જો કે કેટલાક લોકોએ પહેલા ભાગ પર પણ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. હવે બીજા ભાગના રિલીઝ થવા પર આવેલા સંકટ પછી મેકર્સનું આગળનું પગલું શું હશે, તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *