હીરામણિ માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહનો પ્રારંભ: ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે સુલેખન સ્પર્ધાનું આયોજન

Spread the love

વિશ્વ હિન્દી દિવસની ઉજવણી અંતર્ગત શાળાકીય સ્તરે ભાષા પ્રત્યે રૂચિ કેળવવા વિશેષ કાર્યક્રમોનું આયોજન.

અમદાવાદ

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ) ખાતે વિશ્વ હિન્દી દિવસ (૧૪ સપ્ટેમ્બર) ની ઉજવણીના ભાગરૂપે તા. ૦૭-૦૯-૨૦૨૬ થી તા. ૧૪-૦૯-૨૦૨૬ સુધી ‘હિન્દી સપ્તાહ’ ની શાનદાર શરૂઆત કરવામાં આવી છે.

રાષ્ટ્રભાષાના મહત્વથી વિદ્યાર્થીઓ માહિતગાર થશે

આપણી રાષ્ટ્રભાષાનો દરજ્જો ધરાવતી હિન્દી ભાષાનું મહત્વ વિદ્યાર્થીઓ ઊંડાણપૂર્વક સમજે અને ભાષાકીય કૌશલ્યો વિકસાવે તે મુખ્ય હેતુથી આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન શાળાના ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાશે.

હિન્દી સુલેખન સ્પર્ધાનું આયોજન

હિન્દી સપ્તાહના પ્રથમ દિવસે જ ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિશેષ ‘હિન્દી સુલેખન સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને સુંદર અક્ષરોમાં હિન્દી લેખન કલાનું પ્રદર્શન કર્યું હતું.

ભાષાકીય કૌશલ્યોના વિકાસ પર ભાર

શાળાના આચાર્ય અને હિન્દી વિભાગના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યેનો પ્રેમ વધશે અને લેખન-વાચન શૈલી વધુ પ્રભાવી બનશે તેમ શાળા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *