ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ: શૂન્યથી શરૂ કરીને માર્કેટ લીડર બનવા સુધીની સફર
મુંબઈ
સપ્ટેમ્બર ૨૦૧૬માં શૂન્યથી શરૂઆત કરીને આજે ૩૩૫.૫ લાખ ગ્રાહકો સુધી પહોંચવા સાથે, જિયો હવે ૪૬.૨% બજાર હિસ્સા અને આ સમયગાળામાં ૩૭.૯%ના સીએજીઆર સાથે ગુજરાતમાં મોખરે છે. રિલાયન્સ જિયોએ તેના વ્યાવસાયિક લોન્ચ પછીના દાયકામાં ગુજરાતમાં વાયરલેસ માર્કેટનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું છે. ઓગસ્ટ ૨૦૧૬માં શૂન્ય ગ્રાહકથી શરૂ કરીને જિયોએ તેના કામકાજના પ્રથમ મહિનામાં (સપ્ટેમ્બર ૨૦૧૬) ૧૪.૬ લાખ યુઝર્સ નોંધાવ્યા હતા અને આજે જૂન ૨૦૨૬ સુધીમાં ૩૩૫.૫ લાખ ગ્રાહકો સુધી પહોંચી ગઈ છે — જે ૩૨૦.૯ લાખ ગ્રાહકોની ચોખ્ખી વૃદ્ધિ અને ૩૭.૯%નો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. જૂન ૨૦૨૬ સુધીમાં જિયો આ ટેલિકોમ સર્કલમાં ૪૬.૪% હિસ્સા અને કુલ ૭૨૭.૦ લાખ વાયરલેસ કનેક્શન્સ સાથે માર્કેટ લીડર છે.
જિયોનો દાયકાનો વિકાસ અને ઐતિહાસિક સીમાચિહ્નો
જિયોનો ગ્રાહક સમૂહ સપ્ટેમ્બર ૨૦૧૬માં ૧૪.૬ લાખથી શરૂ થયો હતો, જે ઉત્તરોત્તર વધીને જૂન ૨૦૨૬ના તેના તાજેતરમાં નોંધાયેલા આંકડા અનુસાર ૩૩૫.૫ લાખની ટોચે પહોંચ્યો છે. ગ્રાહક સંખ્યાની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન તેણે આશરે ૨૨.૯ ગણી વૃદ્ધિ નોંધાવી છે. જિયો ડિસેમ્બર ૨૦૨૦માં પ્રથમ વખત આ ટેલિકોમ સર્કલની સૌથી મોટી ઓપરેટર બની હતી અને ત્યારથી તેણે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. માસિક ડેટા અનુસાર, જિયોએ ડિસેમ્બર ૨૦૨૦માં વોડાફોન આઇડિયાને અને જુલાઈ ૨૦૧૭માં એરટેલને પાછળ છોડી દીધું હતું.
ટેલિકોમ ક્ષેત્રે સ્પર્ધાત્મક સરખામણી
આ દાયકામાં અન્ય ઓપરેટરોની સ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. એરટેલ ઓગસ્ટ ૨૦૧૬માં ૮૬.૮ લાખ ગ્રાહકો ધરાવતું હતું જે આંક વધીને જૂન ૨૦૨૬માં ૧૫૮.૪ લાખે પહોંચ્યો છે (+૭૧.૬ લાખ, ૬.૩% CAGR). બીજી તરફ, વોડાફોન આઇડિયા (વોડાફોન અને આઇડિયાનો સંયુક્ત ગ્રાહક આધાર) ૩૧૬.૮ લાખથી ઘટીને ૨૦૦.૧ લાખ થઈ ગયો છે (-૧૧૬.૭ લાખ, -૪.૬% CAGR), જે એકસમયે એપ્રિલ ૨૦૧૮માં ૩૫૪.૮ લાખના ટોચના સ્થાને હતો. BSNL ૩૯.૮ લાખથી ઘટીને ૩૩.૦ લાખે પહોંચ્યું (-૧.૯% CAGR) છે. “અન્ય” કેટેગરીની વાત કરીએ તો ટાટા, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એરસેલ, ટેલિનોર, વીડિયોકોન અને અન્ય ઓપરેટરો સમયાંતરે બહાર થઈ ગયા છે.
સીએજીઆર (CAGR) અને બજારનું વિશ્લેષણ
ઓગસ્ટ ૨૦૧૬માં કોઈ આધાર ન હોવાને કારણે સપ્ટેમ્બર ૨૦૧૬ના પ્રથમ મહિનાના ડેટા આધારે ગણતરી કરવામાં આવતા જિયોનો ૩૭.૯%નો CAGR અન્ય તમામ પ્રસ્થાપિત કંપનીઓ કરતાં ઘણો આગળ રહ્યો છે. આ જ સમયગાળામાં એરટેલે ૬.૩%ના દરે વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે વોડાફોન આઇડિયા -૪.૬% અને BSNL -૧.૯ ના દરે ઘટ્યા છે. ગુજરાતમાં કોઈ પણ સ્પર્ધક જિયોની વિસ્તરણ ઝડપની આસપાસ પણ પહોંચી શક્યું નથી, જે સ્પષ્ટ કરે છે કે જિયોનો આ ઉદય સમગ્ર માર્કેટ ઘટવાને કારણે નહીં પરંતુ નવા ગ્રાહકો ઉમેરાવાના કારણે થયો છે — જ્યાં ટેલિકોમ માર્કેટ પોતે ગત દાયકા દરમિયાન ૧૪.૭% વધ્યું છે.
ગુજરાતના બજારમાં આવેલા ત્રણ મોટા બદલાવ
ગુજરાતમાં આ દાયકામાં મુખ્યત્વે ત્રણ મોટા પરિવર્તનો જોવા મળ્યા છે: ૧. કોન્સોલિડેશન: ૨૦૧૬માં આઠથી વધુ ઓપરેટરોનું ક્ષેત્ર ઘટીને માત્ર ચાર થઈ ગયું, કારણ કે “અન્ય” કેટેગરીની ગ્રાહક સંખ્યા ૧૭૫.૦ લાખથી ઘટીને શૂન્ય થઈ ગઈ. ૨. વોડાફોન-આઇડિયાનું વિલીનીકરણ: આ વિલીનીકરણથી એક મોટી કંપની અસ્તિત્વમાં આવી જેણે સમય જતાં પોતાનો બજાર હિસ્સો ગુમાવ્યો અને એપ્રિલ ૨૦૧૮માં ૩૫૪.૮ લાખની ટોચ પરથી ઘટીને ૨૦૦.૧ લાખ પર આવી ગઈ. ૩. ગ્રાહક આધારમાં વ્યાપ: જિયોના આગમનથી કુલ વાયરલેસ ગ્રાહક સંખ્યા સપ્ટેમ્બર ૨૦૧૬માં ૬૩૩.૭ લાખથી વધીને જૂન ૨૦૨૬માં ૭૨૭.૦ લાખ (૧૪.૭% નો વધારો) થઈ, જે દર્શાવે છે કે જિયોએ માત્ર જૂના ગ્રાહકો પોતાની તરફ ખેંચ્યા નથી પરંતુ કનેક્ટિવિટીનો વ્યાપ પણ વધાર્યો છે.
જૂન ૨૦૨૬ની સ્થિતિ: રેન્કિંગ
જૂન ૨૦૨૬ મુજબ ગુજરાતમાં ઓપરેટરોનું ક્રમાંક આ પ્રમાણે છે: ૧. રિલાયન્સ જિયો: ૩૩૫.૫ લાખ ગ્રાહકો (૪૬.૨% બજાર હિસ્સો – મોખરે) ૨. વોડાફોન આઇડિયા: ૨૦૦.૧ લાખ ગ્રાહકો ૩. એરટેલ: ૧૫૮.૪ લાખ ગ્રાહકો ૪. BSNL: ૩૩.૦ લાખ ગ્રાહકો
