આઈ.સી.બી.એ. અંડર-૨૩ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટ: રોમાંચક મુકાબલામાં આર.જે. ટિબ્રેવાલ કોલેજનો ૧૫ રને વિજય

Spread the love

પંથ કરમચંદણીની શાનદાર અડધી સદી અને વંશ અગ્રવાલની ઘાતક બોલિંગની મદદથી સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે વિજય મેળવ્યો

અમદાવાદ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ (CBCA) દ્વારા આયોજિત ધીરુભાઈ અંબાણી ઇન્ટર કોલેજ અંડર-૨૩ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આર.જે. ટિબ્રેવાલ કોલેજે શાનદાર પ્રદર્શન કર્યું છે. પાાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં આર.જે. ટિબ્રેવાલ કોલેજે સેન્ટ ઝેવિયર્સ કોલેજ ઓટોનમસ સામે ૧૫ રને રોમાંચક વિજય મેળવ્યો હતો.

ટિબ્રેવાલ કોલેજની બેટિંગ: પંથ અને સંકેતનું આક્રમક પ્રદર્શન

મેચમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આર.જે. ટિબ્રેવાલ કોલેજે ૪૭.૧ ઓવરમાં તમામ ૧૦ વિકેટે ૨૫૩ રન બનાવ્યા હતા. ટીમ તરફથી પંથ કરમચંદણીએ ૮૨ બોલમાં ૭૩ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઉપરાંત સંકેત મેવાડાએ ૪૩ બોલમાં ૫૦ રન અને વેદાંત રાવલે અણનમ ૪૮ રન (૫૫ બોલ)નું યોગદાન આપ્યું હતું. સેન્ટ ઝેવિયર્સ તરફથી સારાંશ યાદવે ઘાતક બોલિંગ કરતા ૯.૧ ઓવરમાં ૫૧ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી, જ્યારે અમાન સિંહે ૩ વિકેટ મેળવી હતી.

સેન્ટ ઝેવિયર્સનો સંઘર્ષ અને વંશ અગ્રવાલની ઘાતક બોલિંગ

વિજય માટેના ૨૫૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજ ઓટોનમસની ટીમ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૩૮ રન જ બનાવી શકી હતી. કૃષ્ણા અગ્રવાલે અણનમ ૬૭ રન (૬૯ બોલ) અને જોય મુખર્જીએ ૪૯ રન (૭૯ બોલ) બનાવી ટીમને જીતની નજીક લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થયા નહોતા. આર.જે. ટિબ્રેવાલ કોલેજના બોલર વંશ અગ્રવાલે શિસ્તબદ્ધ બોલિંગ કરતા ૧૦ ઓવરમાં માત્ર ૩૫ રન આપીને ૫ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. આ સાથે ઝાવેર દેસાઈએ પણ ૩ વિકેટ મેળવી ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *