અમદાવાદ
અમદાવાદના એલિસબ્રિજ સ્થિત ઓરિએન્ટ ક્લબ ખાતે ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આનંદ ચેસ એસોસિએશનના સહયોગથી આંતર-શાળા ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નાની વયના વિદ્યાર્થીઓમાં ચેસની રમત પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં અમદાવાદભરની વિવિધ શાળાઓમાંથી ૨૦૦થી વધુ હોશિયાર ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિવિધ જૂથોના અંતિમ વિજેતાઓની યાદી
સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા, જેમાં દરેક જૂથના વિજેતા ખેલાડીઓની યાદી નીચે મુજબ છે:
- જૂથ-A (ધોરણ ૧ થી ૪): ૧) રિહાન ગજરાવાલા (૫ પોઈન્ટ)૨) રાજનંદિની બિસ્વાલ (૪.૫ પોઈન્ટ)૩) રેયાન પટેલ (૪.૫ પોઈન્ટ)૪) યુનાય પટેલ (૪.૫ પોઈન્ટ)૫) ડાબૂ યઝદાન (૪ પોઈન્ટ)
- જૂથ-B (ધોરણ ૫ થી ૮):૧) સમર્થ અરોરા (૫ પોઈન્ટ)૨) અર્હમ તુરાખિયા (૫ પોઈન્ટ)૩) ઝિયાન બંદુકવાલા (૪ પોઈન્ટ)૪) માજી ઈશાયુ પ્રણવ (૪ પોઈન્ટ)૫) રુશિલ ગાંધી (૪ પોઈન્ટ)
- જૂથ-C (ધોરણ ૯ થી ૧૨):૧) રિશિત રાજ પ્રસાદ (૪ પોઈન્ટ)૨) હાથી કહાન (૩.૫ પોઈન્ટ)૩) હિમાંશુ રાઠોડ (૩ પોઈન્ટ)૪) ભોરાડિયા પ્રામ્વે (૩ પોઈન્ટ)૫) દેવર્ષ જોશી (૨.૫ પોઈન્ટ)
વિજેતાઓને ટ્રોફી અને સન્માન
ટુર્નામેન્ટના અંતે દરેક જૂથના ટોચના દસ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આનંદ ચેસ એસોસિએશનના મયુર પટેલ અને ઓરિએન્ટ ક્લબના અજીત પટેલ દ્વારા વિજેતા ખેલાડીઓને આકર્ષક ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
