અંડર-19 મલ્ટીડે સિરિઝઃ ભારતનો ઓસ્ટ્રેલિયા સામે દસ વિકેટે આસાન વિજય

Spread the love

ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ 151 રનમાં સમેટા જતાં ભારતે વિજયનો માત્ર એક રનનો લક્ષ્યાંક વિના વિકેટે હાંસલ કર્યો

અમદાવાદ

ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ (Australia U19) અને ભારત અંડર-૧૯ (India U19) વચ્ચે રમાયેલી મલ્ટી-ડે મેચમાં ભારતનો દસ વિકેટે આસાન વિજય થયો હતો. પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરતા ભારતે પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગ્સ 17 રને સિમિત રાખ્યા બાદ યજમાન ટીમે 315 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સ પણ 151 રનમાં સમેટાઈ જતાં ભારતે મત્ર એક રનનો લક્ષ્યાંક વિના વિકેટે હાંસલ કર્યો હતો.

  • ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ (પ્રથમ દાવ): ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં ૭૩ ઓવરમાં ૧૭૪ રનમાં ઓલઆઉટ થઈ હતી. જેમાં ચાર્લી હેન્ડરસને ૩૭ રન અને નીલ પટેલે ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી તન્મય બલોડાએ શાનદાર બોલિંગ કરતા ૬ વિકેટ ઝડપી હતી.
  • ભારત અંડર-૧૯ (પ્રથમ દાવ): ભારતે પોતાના પ્રથમ દાવમાં ૭૮.૪ ઓવરમાં ૩૧૫ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. અભિપ્રાઈ બિવાસે ૭૩ રન અને યશવર્ધન ચૌહાણે ૫૨ રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પેન્સર ગ્રીને ૬ વિકેટ લીધી હતી.
  • ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ (બીજો દાવ): ફોલો-ઓન રમતા ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં ૪૩.૫ ઓવરમાં ૧૫૧ રનમાં સમેટાઈ ગઈ હતી. બ્લેક કેટલે ૬૩ રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી ફરી એકવાર તન્મય બલોડાએ ઘાતક બોલિંગ કરતા ૮ વિકેટ ઝડપી હતી.
  • ભારત અંડર-૧૯ (બીજો દાવ): જીતવા માટે મળેલા માત્ર ૧ રનના નાના લક્ષ્યાંકને ભારતે ૦.૫ ઓવરમાં જ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર પ્રાપ્ત કરી લીધો અને મેચ ૧૦ વિકેટે જીતી લીધી.

સ્કોર

૧. ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ (પ્રથમ દાવ)

  • કુલ સ્કોર: ૧૭૪/૧૦ (૭૩ ઓવર)
  • બેટિંગ: ચાર્લી હેન્ડરસન – ૩૭ રન, નીલ પટેલ – ૩૧ રન, પેટ્રિક સુલિવાન – ૨૦ રન.
  • બોલિંગ: તન્મય બલોડા – ૬ વિકેટ, અયાન અક્રેમ – ૨ વિકેટ.

ભારત અંડર-૧9 (પ્રથમ દાવ)

  • કુલ સ્કોર: ૩૧૫/૧૦ (૭૮.૪ ઓવર)
  • બેટિંગ: અભિપ્રાઈ બિવાસ – ૭૩ રન, યશવર્ધન ચૌહાણ – ૫૨ રન, કુશાગ્ર ઓઝા – ૨૯ રન.
  • બોલિંગ: સ્પેન્સર ગ્રીન – ૬ વિકેટ, થોથાસ વાસેઓ – ૨ વિકેટ.

ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ (બીજો દાવ)

  • કુલ સ્કોર: ૧૫૧/૧૦ (૪૩.૫ ઓવર)
  • બેટિંગ: બ્લેક કેટલ – ૬૩ રન, મેથ્યુ લોફ – ૮ રન.
  •  બોલિંગ: તન્મય બલોડા – ૮ વિકેટ, પ્રિયંશુ સિંહ – ૨ વિકેટ.

ભારત અંડર-૧૯ (બીજો દાવ)

  • કુલ સ્કોર: ૧૧/૦ (૦.૫ ઓવર)
  • બેટિંગ: લક્ષ્ય રાયચંદાની – ૯* રન, સાગર વિર્ક – ૨* રન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *