નોઈડામાં કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકાયો

Spread the love

નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ, પૂજા અથવા સરઘસ જેવી કોઈ પણ અનુમતિ વગરની ધાર્મિક પ્રવૃત્તિ ન કરવા આદેશ

નોઈડા

નોઈડા પોલીસે બુધવારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો. નોઈડા અને ગ્રેટર નોઈડામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર નમાઝ, પૂજા અથવા સરઘસ જેવી કોઈ પણ અનુમતિ વગરની ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં નહીં આવે તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આદેશ પ્રમાણે અનિવાર્ય સંજોગોમાં આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે જિલ્લાના ત્રણેય ઝોનના પોલીસ કમિશનર અથવા અધિક પોલીસ કમિશનર અથવા સંબંધિત નાયબ પોલીસ કમિશનર પાસેથી પરવાનગી લેવાની રહેશે. એડિશનલ ડીસીપી હિરદેશ કથેરિયા દ્વારા જારી કરાયેલા આદેશ પ્રમાણે સીપીઆરસીની કલમ 144 હેઠળના નિયંત્રણો 20 જુલાઈથી અમલમાં આવશે અને 15 દિવસના સમયગાળા માટે 3 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.

પોલીસે જણાવ્યું કે, આગામી મોહરમ, એક ખેલ આયોજન જેમાં વિદેશી દેશોના પ્રતિભાગી સામેલ થશે. ખેડૂતોના વિરોધ પ્રદર્શન અને આ સમયગાળા દરમિયાન જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

કોઈ પણ વ્યક્તિ એડીશનલ સીપી અથવા સંબંધિત ડીસીપીની આગોતરી પરવાનગી વિના કોઈપણ જાહેર સ્થળે ભેગા થઈ શકશે નહીં કે સરઘસ કાઢશે નહીં અથવા પાંચથી વધુ વ્યક્તિઓ સભાનો હિસ્સો નહીં બનશે. 

પોલીસે એમ પણ કહ્યું કે કોઈપણ વિવાદિત સ્થળ પર ધાર્મિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે નહીં જ્યાં પ્રાર્થના કરવાની કોઈ પરંપરા નથી અને કોઈએ અન્ય લોકોને આમ કરવા માટે પ્રોત્સાહિત કરવા ન જોઈએ. કોઈપણ વ્યક્તિ અન્ય ધર્મના ધાર્મિક ગ્રંથોનું અપમાન નહીં કરશે. ધાર્મિક સ્થળોની દિવાલો પર કોઈ ધાર્મિક પોસ્ટર, બેનરો, ધ્વજ નહીં હશે. 

Total Visiters :129 Total: 1498101

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *