સેશન્સ કોર્ટ અગાઉ તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની પણ ડિસ્ચાર્જ અરજી ફગાવી ચૂકી છે
અમદાવાદ
ગુજરાતમાં 2002ના રમખાણો બાદ તત્કાલીન સીએમ મોદી અને રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ,પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને પૂર્વ આપીએસ ઓફિસર સંજીવ ભટ્ટ સામે સિટની તપાસ ચાલી રહી છે.ત્યારે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરી છે. સેશન્સ કોર્ટ અગાઉ તિસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની પણ ડિસ્ચાર્જ અરજી ફગાવી ચૂકી છે.
સંજીવ ભટ્ટ સામે સહ આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડવાનો આક્ષેપ છે. આ સાથે જ સંજીવ ભટ્ટના વકીલ મનીષ ઓઝાએ આ કેસ કોર્ટના ક્ષેત્રમાં ન આવતો હોવાની દલીલ કરીને કેટલાક કાગળોની માગ પણ કરી હતી. અત્યારે આ કેસમા આરોપીઓ વિરુદ્ધ ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અગાઉની સુનાવણીમાં વકીલ મનીષ ઓઝા દ્વારા પાલનપુર જેલમાં બંધ સંજીવ ભટ્ટ સાથે ઓનલાઈન વીડિયો કોલથી વાત કરવાની માગ કરાઈ હતી. કોર્ટે આ માગને ફગાવી દીધી હતી. ફક્ત રૂબરૂ મુલાકાતની પરવાનગી આપી હતી. આ કેસ પર હવે આગામી સુનાવણી 3 ઓગસ્ટે થશે.