Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

ચીનમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાયી થતાં 11નાં મોત

Spread the love

છત તુટી પડી ત્યારે તેમાં બાળકો સહિત 19 લોકો હતા, જેમાંથી આઠ લોકોના જીવ બચી ગયા હતા અને બીજા કેટલાકને ઈજા પણ થઈ


બિજિંગ
ચીનના ઉત્તર પૂર્વી વિસ્તારમાં આવેલા એક પ્રાંતમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાઈ થઈ જતા બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. મરનારામાં બાળકોની મોટી સંખ્યા છે. જેઓ સ્કૂલની વોલીબોલ ટીમનો હિસ્સો હતા.
સત્તાવાર રીતે ચીનની સરકારે આ ઘટનાને સમર્થન આપ્યુ હતુ. જ્યારે આ છત તુટી પડી ત્યારે તેમાં બાળકો સહિત 19 લોકો હતા. જેમાંથી આઠ લોકોના જીવ બચી ગયા હતા અને બીજા કેટલાકને ઈજા પણ થઈ છે.
ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. વાલીઓ પોતાના બાળકોની તલાશમાં ઠેર ઠેર ભટકી રહ્યા છે. ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બાળકોના કોચ બાળકોના નામ બોલીને રેસ્ક્યુ ટીમને અંદર કોણ કોણ ફસાયુ છે તે જણાવી રહ્યા હતા.
બાળકોના પરિવારજનોનો આરોપ છે કે, બચાવ કામગીરી યોગ્ય રીતે થઈ રહી નથી.જે લોકોના મોત થયા છે તેમની જાણકારી પણ આપવામાં આવી રહી નથી. સોમવારે સવાર સુધી બચાવ કામગીરી ચાલી હતી.
ચીનમાં પણ બાંધકામ પ્રોજેક્ટ દરમિયાન દુર્ઘટનાઓ સર્જાવી સામાન્ય વાત છે. કારણકે સુરક્ષાના નિયમોનુ પાલન કરવામાં આવતુ નથી. આ પહેલા ચીનમાં એક રેસ્ટોરન્ટમાં ગયા મહિને ગેસનો વાલ્વ બદલતી વખતે થયેલા ધડાકામાં 31 લોકોના મોત થયા હતા.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *