ફ્લોરિડા
આખી દુનિયાને માનવાધિકારો માટે સલાહ આપતુ અમેરિકા પોતાના જ દેશમાં ગન કલ્ચરને રોકી શકવામાં નિષ્ફળ રહ્યુ છે. જાહેર સ્થળોએ ફાયરિંગની વધુ એક ઘટના ફ્લોરિડામાં બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફ્લોરિડામાં મેમોરિયલ ડેની ઉજવણીના દિવસે હોલીવૂડ બીચ પર ભારે ભીડ હતી અને તે સમયે જ ગોળીબાર થતા નવ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણ ટીન એજરનો સમાવેશ થાય છે. ફાયરિંગના પગલે બીચ પર નાસભાગ મચી ગઈ હતી અને લોકો ગોળીઓથી બચવા જે જગ્યા મળી તે જગ્યાએ આશરો લેતા નજરે પડયા હતા.
સ્થાનીક મિડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. બે જૂથો વચ્ચે થયેલી લડાઈ બાદ વાત ફાયરિંગ સુધી પહોંચી હતી. જ્યાં આ ઘટના બની છે તે હોલીવૂડ બીચ અમેરિકાના સૌથી પ્રસિધ્ધ દરિયા કિનારાઓ પૈકીનો એક છે.
પોલીસે કહ્યુ હતુ કે, હોસ્પિટલમાં પાંચ ઘાયલ લોકોની સરાવાર ચાલી રહી છે અને આ પૈકીની એકની હાલાત ગંભીર છે.