બિનનગોનનના બરંગે કલીનાવનથી લગભગ 50 યાર્ડ દૂર આ હોડી પલટી ખાઈ ગઈ, 40 જેટલાં મુસાફરોને બચાવી લેવાયા

મનીલા
ફિલિપાઈન્સની રાજધાની મનીલાની નજીકમાં એક સરોવરમાં હોડી પલટી જવાથી ઓછામાં ઓછા 30 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. અત્યાર સુધી 40 જેટલાં મુસાફરોને બચાવી લેવાયાની માહિતી મળી રહી છે. આ મામલે ફિલિપાઈન કોસ્ટ ગાર્ડ (પીસીજી) એ જણાવ્યું હતું કે બિનનગોનનના બરંગે કલીનાવનથી લગભગ 50 યાર્ડ દૂર આ હોડી પલટી ખાઈ ગઈ હતી.
અહેવાલ અનુસાર આ ઘટના રાતે 1 વાગ્યાની આસપાસ બની હતી. ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, જોરદાર પવનને કારણે હોડી પલટી ગઇ હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. હાલમાં વિસ્તારમાં શોધખોળ અને બચાવ કામગીરી ચાલી રહી છે.