વીડિયો સામે આવ્યા લોકો કોલેજના આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, , ઘટનામાં એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો
થાણે
મહારાષ્ટ્રમાં એનસીસી કેડેટ્સ સાથે બનેલી ગંભીર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે ઠાણેમાં આવેલી એક કોલેજમાં એનસીસી વિદ્યાર્થીની ક્રુરતાપૂર્વક માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હંગામો મચ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વિદ્યાર્થીઓને વરસાદના પાણીમાં જમીન પર માથુ રાખી નિર્દયતાપૂર્વક ફટકારવામાં આવી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા લોકો કોલેજના આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ ઘટના મહારાષ્ટ્રના ઠાણેમાં આવેલી કોલેજમાં બની છે. એક અધિકારીએ આજે જણાવ્યું કે, ઘટનામાં એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જોશી બેડેકર કોલેજમાં વરસાદના દિવસે એક શારીરિક તાલીમ સત્ર યોજાયું હતું. આ દરમિયાન તાલીમના નામે એનસીસી કેડેટ્સના વિદ્યાર્થીઓને ડંડા ફટકારાતા હોવાનો વીડિયો સાથી વિદ્યાર્થીએ રેકોર્ડ કર્યો હતો. યુનિવર્સિટીના સેનેટ સભ્યએ જણાવ્યું કે, આ યુનિટના એનસીસી કોચની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી.
શિક્ષકો ગેર હજાર હોવાના કારણે સિનિયર કેડેટ્સને કાર્યભાર સંભાળતા આ ઘટના બની. ઠાણેની જોશી બેડેકર કોલેજની બે સહયોગી સંસ્થા બંદોડકર કોલેજ અને વીપીએમ પોલિટેકનિક સાથે મળીને એનસીસી એકમનું સંચાલન કરે છે. બંદોડકર કોલેજના આરોપી વિદ્યાર્થીને સસ્પેન્ડ કરી દેવાયો છે.
કોલેજ સૂત્રોના જણાવ્યા અનુસાર કોલેજ વહિવટીતંત્રએ ઘટના મામલે નોંધ લીધી છે અને દંડાત્મક કાર્યવાહી અને સુધારાત્મક પગલા ભરી રહી છે. આ ઘટના વચ્ચે મુંબઈ યુનિવર્સિટીના કેટલાક સેનેટ સભ્યોએ કુલપતિનો સંપર્ક કર્યો છે અને કોચને અન્ય કોલેજમાં બદલી કરાયા બાદ વિદ્યાર્થીને એનસીસી કોચની મંજુરી આપવા બદલ કોલેજના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.