2019માં ભારતમાં લોકસભાનું ઈલેક્શન હતું, પરંતુ તે વખતે પણ ભારતમાં આઈપીએલ યોજાઈ હતી અને તે અલ્ટરનેટ મેદાનમાં થઈ હતી
નવી દિલ્હી
આઈપીએલની લોકપ્રિયતા કેટલી બધી છે કે તમે એ વાત દ્વારા જાણી શકો છો કે આ મેચને શરુ થવામાં હજુ 8 થી 9 મહિનાનો સમય બાકી છે, છતાં પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સર્ચ કરી રહ્યા છે, આઈપીએલ 2024 ક્યારે છે, ક્યાં હશે, અને શું શું નવી નવી વાતો આ વખતે જોવા મળશે.
છેલ્લા કેટલાક સમયથી સમાચાર ચાલી રહ્યા છે કે ભારતમાં લોકસભાની ચૂંટણી હોવાથી આઈપીએલ બહાર શિફ્ટ થઈ શકે છે. અથવા તો પછી કેટલીક મેચ બહાર રમાવામાં આવશે. પરંતુ હવે મોટી અપડેટ સામે આવી છે. જેમાં અપડેટ એવી છે કે આઈપીએલ સાઉથ આફ્રિકામાં પણ નહી થાય અને યુએઈમાં પણ નહી થાય, પરંતુ આઈપીએલ ભારતમાં જ રમાશે.
વાસ્તવમાં જો તમને વર્ષ 2019 યાદ હશે, જ્યારે ભારતમાં લોકસભાનું ઈલેક્શન હતું. પરંતુ તે વખતે પણ ભારતમાં આઈપીએલ યોજાઈ હતી અને તે અલ્ટરનેટ મેદાનમાં થઈ હતી. એટલે કે દેશમાં આઈપીએલની કેટલાક પસંદ કરેલા મેદાન પર આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિચાર સાથે અને આ પ્લાન સાથે બીસીસીઆઈ આઈપીએલ 2024 પણ ભારતમાં યોજાશે.