તારક મહેતા…ની મુનમુન દત્તા મસ્જિદની મુલાકાત લેતા ટ્રોલ થઈ

Spread the love

મુનમુન દત્તાએ મરુન કલરના બુરખામાં મસ્જિદ બહાર પોઝ આપતી તસવીરો શેર કરતા કેટલાક ચાહકો નારાજ થયા તો કેટલાકે અભિનેત્રીનાં વખાણ કર્યા


મુંબઈ
જાણીતા લોકો કે સેલિબ્રિટીની પ્રાઈવસી હોય છે, પરંતુ લોકો મોટે ભાગે તેનું સન્માન કરતા નથી. અભિનેત્રી સારા અલી ખાન મંદીર જાય તો અમુકને વાંધો છે ત્યારે હવે એક ટીવી તારીકાના મસ્જિદ જવા સામે પણ અમુક લોકોને તકલીફ થઈ રહી છે. જોકે અભિનેત્રીએ આવા ટ્રોલ કરનારાઓની જવાબ આપી દીધો છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ‘બબિતાજી’ના રોલમાં જોવા મળી રહેલી મુનમુન દત્તા વેકેશન પર છે ત્યારે અબુ ધાબીની એક ફેમસ મસ્જિદની તેણે મુલાકાત લીધી હતી.

મુનમુન દત્તા વેકેશનના મૂડમાં છે અને છેલ્લા કેટલાક સમયથી તે બેક ટુ બેક ટ્રિપ પ્લાન કરી રહી છે. પહેલા તે મમ્મી સાથે ધરતી પરના સ્વર્ગ કાશ્મીરની મુલાકાતે ગઈ હતી. ત્યાંથી આવ્યાના થોડા દિવસ બાદ તે દુબઈમાં છે અને અલગ-અલગ સ્થળોની મુલાકાત લઈ રહી છે. હાલમાં એક્ટ્રેસ આબુ ધાબીની પ્રખ્યાત મસ્જિદ ગઈ હતી. અહીંયા તેણે કેટલીક સુંદર તસવીરો ક્લિક કરાવી હતી, જે તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી. આ વાત કેટલાક યૂઝર્સને પસંદ આવી નહોતી અને તેને ટ્રોલ કરતાં કેટલીક સલાહ પણ આપી હતી.
મુનમુન દત્તાએ મરુન કલરના બુરખામાં મસ્જિદ બહાર પોઝ આપતી તસવીરો શેર કરી હતી. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું ‘શેખ ઝાયેદ ગ્રાન્ડ મોસ્ક, અબુ ધાબી. મારા ગાઈડ મિસ્ટર મહોમ્મદ એલ્ગન્દૌરનો આભાર, જેઓ મને ખરેખર એક ખૂણાથી બીજે ખૂણે લઈ ગયા કારણ કે તેઓ જાણતા હતા કે મારે કેટલાક સારી તસવીરો જોઈતી હતી અને તેઓ તે ચોક્કસ જગ્યા વિશે જાણતા હતા. અને આ તસવીરો ખરેખર સારી આવી છે. કોઈ પણ મૂર્ખતાભર્યો સવાલ કરે કે કંઈ પણ ધારે તે પહેલા… હું હિંદુ છું અને મને તેનો ગર્વ છે. જો હું અન્ય દેશ અને સંસ્કૃતિની મુલાકાત લઈ રહી છું તો તેનો આદર કરીશ. એવી જ રીતે હું અપેક્ષા રાખું છું કે, બીજા ધર્મના લોકો પણ મારા ધર્મ અને માન્યતાઓને માન આપે’.

જોકે તેમ છતાં અમુક યુઝરે હિન્દુ છો તો મંદિરે જા તેવી ટીપ્પણી કરી હતી તો અમુકે તેને અનફોલો કરવાની વાત કહી હતી. જોકે તેને લાખોમાં લાઈક્સ મળ્યા હતા અને લોકોએ તસવીરો વખાણી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *