શાળામાં રાષ્ટ્રગીત ગાતી વખતે વિદ્યાર્થીનીનું એટેક આવતાં મોત

Spread the love

શાળા પ્રબંધન સાથે જોડાયેલા લોકો તાત્કાલિક વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરો તેનો જીવ ન બચાવી શક્યા


ચામરાજનગર
કર્ણાટકના ચામરાજનગરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક સ્કૂલમાં સવારની સભા દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવી ગયો હતો. શાળા પ્રબંધન સાથે જોડાયેલા લોકો તાત્કાલિક વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરો તેનો જીવ ન બચાવી શક્યા. બીજી તરફ સૂચના મળતા જ પોલીસ સ્કૂલમાં પહોંચી હતી અને ઘટનાની જાણકારી લીધી હતી. પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
મૃતક વિદ્યાર્થીનું નામ પેલિશા છે અને તેની ઉંમર 16 વર્ષ હોવાની માહિતી મળી રહી છે. જે શાળામાં આ ઘટના બની તે ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટમાં આવેલી છે. અહીં વિદ્યાર્થીની 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે દરરોજની જેમ બુધવારે સવારે સ્કૂલની સભા થઈ રહી હતી અને તમામ બાળકો રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી.
શરૂઆતમાં શાળાના શિક્ષકોને લાગ્યું કે તેને ચક્કર જેવી કોઈ સમસ્યા થઈ હશે. પરંતુ બાદમાં પેલિશાની તબિયત બગડવા લાગી. ત્યારબાદ શિક્ષકોએ વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી. અહીં ડોક્ટર્સે બાળકીનો જીવ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ થોડી જ વારમાં તેનું મોત થઈ ગયું.
ડોકટરોના જણાવ્યા પ્રમાણે પ્રથમ દૃષ્ટિએ વિદ્યાર્થીનીને કદાચ હાર્ટ એટેક આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીનીના માતા-પિતા ત્યાં ન હતા. તે અનાથ હતી અને નિર્મલા શાળાની હોસ્ટેલમાં રહેતી હતી. ત્યારે આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી જવા પામી છે. શાળાના શિક્ષકો અને બાળકો આઘાતમાં છે. શાળાના શિક્ષકોના જણાવ્યા પ્રમાણે પેલિશા એક હોનહાર વિદ્યાર્થીની હતી. તે અભ્યાસમાં પણ સારી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *