ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે, ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જોઈએ
કોલકાતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આજે મણિપુર હિંસા અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે. ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જોઈએ.
ઉલ્લેખનિય છે કે, મમતા બેનર્જી ઝાડગ્રામના ત્રણ દિવસના વહિવટી પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, જાતીય ઘર્ષણનો સામનો કરી રહેલા મણિપુરમાં આદિવાસીઓ સંકટનો સામનો કરહ્યા છે અને તેમની દુર્દશા સાંભળનાર કોઈ નથી… ભારતમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે અને કેન્દ્ર ઉદાસીન છે.
મુખ્યમંત્રીએ હિંસાગ્રસ્ત રાજ્યના પીડિતો માટે વિશ્વભરના લોકોને પ્રાર્થના કરવા વિનંતી કરી છે. ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા મમતા બેનર્જીએ કહ્યું કે, ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જોઈએ… તેમણે કહ્યું કે, અમે ભારત છોડો દિવસ પર પ્રતિજ્ઞા લઈએ છીએ કે, અમે ભાજપને ભારત છોડવા મજબુર કરી દઈશું…
તેમણે કેન્દ્ર સરકાર પર રાજ્યને ફંડ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળની કરાઈ રહેલી અવગણના સામે લડીશું…