ભરતીનો ઉદ્દેશ્ય મુખ્ય રુપે સુરક્ષા કર્મચારી, સહાયક સ્ટેશન માસ્ટર, બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ અને ટીકિટ ક્લેક્ટરની ભરતી કરાશે
નવી દિલ્હી
રેલવે દ્વારા જલ્દીથી 2.4 લાખથી વધુ જગ્યાઓ ભરવાની તૈયારી ચાલી રહી છે. તેનો ઉદ્દેશ્ય મુખ્ય રુપે સુરક્ષા કર્મચારી, સહાયક સ્ટેશન માસ્ટર (એએસએમ),બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (એનટીપીસી)અને ટીકિટ ક્લેક્ટર (ટીસી)ની ભરતી થવાની છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યસભામાં લેખિત પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે રેલવેના દરેક ઝોનમાં ગ્રુપ સીની પોસ્ટમાં 2,48,895 જગ્યાઓ ખાલી છે. જ્યારે ગ્રુપ એ અને બી ના પદોમાં 2070 જગ્યા ખાલી છે. ભારતીય રેલવે પર ગ્રુપ એ ની સેવા માટે સીધી ભરતી યુપીએસી દ્વારા કરવામાં આવતી હોય છે. હવે યુપીએસી અને ડીઓપીટી પર માંગણી મુકવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રેલવે વિભાગ દ્વારા હાલમાં જ આરપીએફમાં 9739 કોન્સ્ટેબલ અને સબ ઈન્સપેક્ટર 27019, સહાયક લોકો પાયલોટ (એએલપી) અને ટેકનીશિયન ગ્રેડની જગ્યા , ગ્રુપ ડીના પદ પર 62907, આરપીએફની 9500 જગ્યા પર ભરતી કરવામાં જાહેરાત કરવામાં આવી છે.
જાણો ક્યા ગ્રુપ માટે શું માંગવામાં આવી છે લાયકાત
ગ્રુપ એ: આ ગ્રુપમાં જગ્યા પર સામાન્ય રીતે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા, એન્જિનિયરિંગ સેવા પરીક્ષા અને સંયુક્ત તબીબી સેવાઓ પરીક્ષા આયોજીત કરી કરી ભરતી કરવામાં આવે છે.
ગ્રુપ બી: ગ્રુપ બી ની પોસ્ટ માટે ડેપ્યુટેશનના આધારે ગ્રુપ સી ના રેલ્વે કર્મચારીઓની સેક્શન ઓફિસર ગ્રેડ-અપગ્રેડેડ પોસ્ટ્સને જોડવામાં આવે છે.
ગ્રુપ સી: આ ગ્રુપમાં જગ્યાઓ સામાન્ય રીતે સ્ટેશન માસ્ટર, ટિકિટ કલેક્ટર, ક્લાર્ક, કોમર્શિયલ એપ્રેન્ટિસ, સુરક્ષા સ્ટાફ, ટ્રાફિક એપ્રેન્ટિસ, એન્જિનિયરિંગ પોસ્ટ્સ (ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલિકોમ, સિવિલ, મિકેનિકલ) વગેરેનો સમાવેશ થાય છે.
ગ્રુપ ડી: આ ગ્રુપની પોસ્ટમાં ટ્રેક-મેન, હેલ્પર, આસિસ્ટન્ટ પોઈન્ટ્સ મેન, સફાઈવાળા/સફાઈવાળી, ગનમેન, પટાવાળા અને રેલવે વિભાગના વિવિધ સેલ અને બોર્ડમાં વિવિધ પોસ્ટને સામેલ કરવામાં આવી છે.