યુડબલ્યુડબલ્યુએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું

Spread the love

કુશ્તી સંઘમાં બ્રિજભૂષણ શરણ સામેના જાતીય શોષણના આરોપોને લીધે ચાલતા વિવાદના પરિણામ ખેલાડીઓએ ભોગવવાના આવી શકે છે

નવી દિલ્હી

ભારતના કુસ્તી પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(ડબલ્યુએફઆઈ)નું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે. 

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે 30 મેના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને એક પત્ર લખીને કહ્યું હતું કે જો આગામી 45 દિવસમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે કોઈ ચૂંટણી નહીં થાય, તો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સ્થગિત કરી દેશે. ભારતીય મહિલા કુસ્તીબાજોના બ્રિજભૂષણ શરણ સામેના જાતીય શોષણના આરોપોને પગલે રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના પદાધિકારીઓને સસ્પેન્ડ કરીને એડહોક સમિતિની રચના કરી હતી. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એમએમ કુમારને કુસ્તી મહાસંઘની નવી ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ અગાઉ કુસ્તી માટેની વિશ્વની સંચાલક સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબલ્યુડબલ્યુ)એ ભારત માટે વિશ્વ ચેમ્પિયનશિપ માટે અંતિમ પ્રવેશો સબમિટ કરવા માટે 16 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવાની એડહોક સમિતિની વિનંતી સાથે સૈદ્ધાંતિક રીતે સંમત થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *