વધુ ચાલવું ન પડે એ માટે પ્રધાને ગાડી એસ્કેલેટર પર ચઢાવી દીધી

Spread the love

નિયમ પ્રમાણે માત્ર ચાલતા જ રૈંપ પર થઈને એક્સેલેટર પર જવાનું હોય છે

લખનઉ

આજે લખનઉના એક મંત્રીની દબંગગીરીનો મામલો લખનઉના ચારબાગ સ્ટેશન પર સામે આવ્યો છે. અહી ચાલતા જવાથી બચવા માટે મંત્રીએ પોતાની કાર સીધી એક્સીલેટર પર પહોચાડી દીધી હતી. જેથી ત્યાં ઉભેલા મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. નિયમ પ્રમાણે માત્ર ચાલતા જ રૈંપ પર થઈને એક્સેલેટર પર જવાનું હોય છે. 

પશુપાલન મંત્રી ધર્મપાલ સિંહને બુધવારના રોજ ટ્રેન નંબર 13005 હાવડા-અમૃતસર પંજાબ મેલમાં લખનઉથી બરેલી જવાનુ હતું. પંજાબ મેલ ચારબાગ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચારપર આવે છે. આવામાં મંત્રી ધર્મપાલ સિંહએ મુખ્ય પોર્ટિકો પર આવ્યા પછી વધુ ચાલવુ ન પડે, એટલે તેમની કારને રેલવેની સામે દિવ્યાંગો માટે બનાવેલા રેમ્પ પર લઈ જઈને સીધી પ્લેટફોર્મ નંબર એકની બાજુમાં આવેલા એસ્કેલેટર પર લઈ જવામાં આવી હતી. 

આ સંબંધમાં જ્યારે મંત્રીને ફોન કરવામાં આવ્યો તો વાત નહોતી કરી. જીઆરપી ઇન્સ્પેક્ટર સંજય ખરવારે કહ્યું કે મંત્રી ધર્મપાલને સ્ટેશન પર આવવામાં મોડુ થયું હતું. જેથી ટ્રેન છુટી ન જાય તે માટે કારને ત્યા રૈંપ પર લઈ જવામાં આવી હતી. 

Total Visiters :166 Total: 1498272

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *