પીએમ મોદીએ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી, જેનો એ અર્થ નથી કે તે કોંગ્રેસની હત્યાની વાત કરી રહ્યા છે એજ રીતે મેં કોઈના નરસંહારની વાત નથી કરી

ચેન્નાઈ
તમિલનાડુના સીએમ એમ.કે.સ્ટાલિનના દીકરા અને ડીએમકે સરકારમાં યુવા કલ્યાણ અને ખેલ વિકાસમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મની ડેન્ગ્યુ મલેરિયા સાથે તુલના કરવા પર હોબાળો યથાવત્ છે. ભાજપના નેતા સતત ઉદયનિધિ સામે નિશાન તાકી રહ્યા છે ત્યારે ઉદયનિધિએ આ મામલે સ્પષ્ટતા કરી હતી.
ઉદયનિધિએ કહ્યું હતું કે મારા નિવેદનમાં ક્યાંય નરસંહારની વાત કરાઈ નથી. તેમણે ફક્ત સનાતન ધર્મની ટીકા કરી હતી. તેમણે આ મામલે વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જે રીતે પીએમ મોદીએ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરી હતી, જેનો એ અર્થ નથી કે તે કોંગ્રેસની હત્યાની વાત કરી રહ્યા છે એજ રીતે મેં કોઈના નરસંહારની વાત નથી કરી.
તેઓ તેમના જૂના નિવેદન પર કાયમ રહેતા ઉદયનિધિએ કહ્યું કે મેં ફક્ત સનાતન ધર્મની ટીકા કરી છે. સનાતન ધર્મને સમાપ્ત કરી દેવાની જરૂર છે પણ અમુક લોકો બાળકો જેવી વાતો કરી રહ્યા છે કે મેં લોકોને નરસંહાર કરવા માટે ઉશ્કેર્યા છે.