આપણે ભારતીય છીએ, ઇન્ડિયા નામ અંગ્રેજો દ્વરા આપવામાં આવ્યું છે અને આપણા મૂળ નામ ભારતને સત્તાવાર રીતે ફરી પામવામાં ઘણો લાંબો સમય લાગી ગયો છેઃ સેહવાગ

નવી દિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે બીસીસીઆઈથી એક ખાસ માંગ કરી છે. સેહવાગે ભારતીય ટીમની જર્સી પર ‘ઇન્ડિયા’ના સ્થાને ‘ભારત’ લખવા માટે કહ્યું છે. સેહવાગે કહ્યું કે ઇન્ડિયા નામ અંગ્રેજોએ આપ્યું હતું. તેણે વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ માટે બીસીસીઆઈને ટ્રોલ પણ કર્યો હતો. સેહવાગે કહ્યું, ‘ટીમ ઇન્ડિયા નહી, ટીમ ભારત.
સેહવાગે એક્સ(ટ્વિટર) પર લખ્યું, ‘ હું હંમેશાથી એવું માનું છું કે નામ એવું હોવું જોઈએ જેના પર ગર્વ થાય. અમે ભારતીય છીએ, ઇન્ડિયા નામ અંગ્રેજો દ્વરા આપવામાં આવ્યું છે અને અમારા મૂળ નામ ભારતને સત્તાવાર રીતે ફરી પામવામાં ઘણો લાંબો સમય લાગી ગયો છે. હું બીસીસીઆઈ અને જય શાહથી આગ્રહ કરું છું કે તે સુનિશ્ચિત કર કે આ વર્લ્ડ કપમાં અમારા ખેલાડીઓની જર્સી પર ભારત લખેલું હોય.
સેહવાગે આ અંગે ઘણાં ઉદાહરણ પણ આપ્યા હતા. સહવાગે ઉદાહરણ આપતા આગળ કહ્યું, ‘1996 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ હોલેન્ડ તરીકે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવ્યું હતું. વર્ષ 2003 જયારે અમે તેમની સામે રમ્યા ત્યારે તેઓ નેધરલેન્ડની ટીમ તરીકે અમારી સામે રમ્યા હતા અને હજુ પણ તેઓ તે જ નામ સાથે રમે છે. બર્માએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ નામને બદલીને મ્યાનમાર કરી દીધું છે અને અન્ય ઘણા લોકો તેમના મૂળ નામ પર પાછા ફર્યા છે.