હરેકૃષ્ણ મંદિર, ભાડજ તા. 7 સપ્ટેમ્બર, 2023 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની વિશાળ ભવ્યતા ઉજવણી થઇ. મંદિર ખાતે ઉજવાતો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ આગવો અને બધા ભકતો ને એક અલૌકિક અનુભવ કરાવનારો હોય છે. ઉત્સવ દરમ્યાન મહાભિષેક, હિંડોળા (ઝૂલન) ઉત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વર્ણરથ ઉત્સવ વિગેરનું કરવામાં આવેલ આયોજન ઉત્સવને વધુમાંવધુ દર્શનીય બનાયો.
તા. 7 સપ્ટેમ્બર, 2023 જન્માષ્ટમીના રોજ યોજાયેલ કાર્યક્રમની વિશેષતાઓ
- વિશેષ જન્માષ્ટમી અંલકાર : જન્માષ્ટમી દરમ્યાન હરેકૃષ્ણ મંદિર ખાતે શ્રી શ્રી રાધામાધવને સુંગધીદાર અને આનંદદાયક વસ્ત્રો પહેરાવ્યા. ભગવાનશ્રીને સુંદર રેશ્મી વસ્ત્રોમાંથી બનાવેલ ભવ્ય પોશાક અને તેમજ ઉત્સવ માટે ખાસ વૃંદાવન થી તૈયાર કરેલ વિવિધ કિમંતી અલંકારો પહેરાવવામાં આવયા હતા. ઉપરાંત મંદિરને ભારતના જુદા જુદા સ્થળોથી લાવેલ સુંગધીદાર અને રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવ્યા. આ માટેની તૈયારી સતત 2 મહીના પહેલાથી કરવામાં આવી હતી
- ભગવાન શ્રીકૃષ્ણ માટે હિંડોળા (ઝૂલન) સેવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
- સ્વર્ણ રથ જન્માષ્ટમી ઉતસ્વ દરમ્યાન ભગવાનશ્રી શ્રી રાધામાધવને વિશિષ્ટરીતે બનાવટ કરેલ સ્વર્ણરથમાં સાંજે 7.30 વાગે સવારી કરાવવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં રથની પૂજા કરી સાથોસાથ વૈદિકગ્રંથોના વૈદીક મંત્રોનું ગાન અને ભગવાનશ્રી ની મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તો દ્રારા રથના દોરડા ખેંચીને ભગવાન શ્રી શ્રી રાધા માધવને મંદિર પરિસરની ફરતે સવારી કરાવવામાં આવી હતી. રથના સંપૂર્ણ રૂટ દરમ્યાન ભક્તો દ્રારા હરિનામ સંકિર્તન કરવામાં આવી હતી..
- મહાઅભિષેક : આશરે પાંચ હજાર વર્ષ પહેલા, જયારે ભગવાન શ્રી કૃષ્ણનું અવરતરણ થયું, ત્યારે મહારાજા નંદ અને માતા યશોદા બાલકૃષ્ણને પવિત્ર વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, મધ વગેરે અને વિવિધ અન્ય વસ્તુઓ જેમ કે પંચગવ્ય, ઔષધિયો, ફળોના રસ અને પુષ્પો થી અભિષેક કરવામાં આવી હતી. તેમજ સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી ભગવાનનો અભિષેક કરવામાં આવી હતી.
- જન્માષ્ટમી મહોત્સવમાં મધ્યરાત્રિના 12 વાગ્યે સંકિર્તન સાથે ભગવાનશ્રીની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.
- તા. 8 સપ્ટેમ્બર, 2023ના રોજ નંદોત્સવ અને વ્યાસપૂજા ની ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવ ગુરૂના જન્મને વ્યાસપૂજા તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય શ્રીલા પ્રભુપાદનો જન્મ નંદોત્સવના દિવસે થયો હોવાથી આ ઉત્સવને વ્યાસપૂજા મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.
- જન્માષ્ટમીના દિવસે હરિનામ જપયજ્ઞમાં ભગવાન શ્રીકૃષ્ણના દિવ્યનામનું 21 લાખ વખત રટણ કરવામાં આવ્યું અને મુલાકાતીઓને તેમાં ભાગ લેવા તક આપવામાં આવી જે લોકોની શાંતિ અને સુખાકારીમાં વૃદ્ધિ કરવામાં આશિષમય બની રહેશે.
- આ પ્રસંગે ઘણા બધા મહાનુભાવોએ હાજર રહીને જન્માષ્ટમી ઉત્સવનો લાભ લીધો હતો, પ્રસંગ માં હાજર રહીને ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા મેળવી હતી.