પાંચ નાગરિકોને છોડાવવા યુએસ ઈરાનને 48000 કરોડ આપવા તૈયાર

Spread the love

અમેરિકાએ સાઉથ કોરિયામાં ઈરાનના 6 અબજ ડોલર ફ્રીઝ કર્યા હતા પણ હવે બેન્કોને આ રકમ ઈરાનને ટ્રાન્સફર કરવા માટે છુટ આપી


વોશિંગ્ટન
સુપર પાવર અમેરિકાએ પોતાના પાંચ નાગરિકોને છોડાવવા માટે ઈરાનને 6 અબજ ડોલર એટલે કે લગભગ 48000 કરોડ રૂપિયા ચુકવવાનુ આખરે સ્વીકારી લીધુ છે.
અમેરિકાએ સાઉથ કોરિયામાં ઈરાનના 6 અબજ ડોલર ફ્રીઝ કર્યા હતા પણ હવે બેન્કોને આ રકમ ઈરાનને ટ્રાન્સફર કરવા માટે છુટ આપી છે. આ સાથે જ ઈરાને પણ પોતે પકડેલા પાંચ અમેરિકન નાગરિકોને છોડવા માટે સંમતિ આપી છે. બંને દેશો વચ્ચે થયેલા સમાધાનના ભાગરૂપે અમેરિકા પણ પાંચ ઈરાની નાગરિકોની મુક્તિ માટે તૈયાર થયુ છે.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કને ગત સપ્તાહે આ પ્રતિબંધોમાં છુટ આપતા કરાર પર સહી કરી હતી. એક મહિના પહેલા જ અમેરિકા અને ઈરાન વચ્ચે આ કરાર થવાનો છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. સમાધાન માટે કઈ શરતો રહેશે તેની પણ જાણકારી જાહેર કરવામાં આવી હતી.
જોકે અ્મે્રિકન સરકારે પહેલી વખત આ સમાધાનના ભાગરૂપે પાંચ ઈરાની નાગરિકોને પણ છોડવામાં આવી રહ્યા છે તેવી જાહેરાત કરાઈ છે. જોકે કેદીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર રદ થઈ ગયા બાદ તનાવ ચાલી રહ્યો છે. જેના કારણે બંને દેશો આમને સામને આવી ગયા છે. અમેરિકાએ ઈરાનનો સામનો કરવા માટે અખાતી દેશોમાં પોતાની વધારાની સૈન્ય તૈનાતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *