Butterfly UTT Season 7: મણિકા બત્રા – સોફિયા પોલ્કાનોવાની શાનદાર રમત, અમદાવાદ APL Pipers ટેબલમાં ટોચ પર

Spread the love

PBG પુણે જેગુઆર્સ સામે 10-5થી નોંધાવી મહત્વપૂર્ણ જીત; મણિકા, સોફિયા અને એડ્રિયનના દમદાર પ્રદર્શનથી અમદાવાદનો વિજય

ગોવા

ગોવામાં રમાઈ રહેલી Butterfly Ultimate Table Tennis (UTT) Season 7માં અમદાવાદ APL Pipersએ શનિવારે PBG પુણે જેગુઆર્સને 10-5થી હરાવી પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતીય સ્ટાર મણિકા બત્રા, સોફિયા પોલ્કાનોવા અને એડ્રિયન રસેનફોસ્સેના શાનદાર પ્રદર્શનના કારણે અમદાવાદે આ મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી.

એડ્રિયન અને સોફિયાએ અપાવી મજબૂત શરૂઆત

અમદાવાદે મેચની શરૂઆત જોરદાર કરી હતી. વિદેશી ખેલાડી એડ્રિયન રસેનફોસ્સેએ સ્નેહીત સુરવાજુળાને 2-1થી હરાવી તેમની સિઝનની પ્રથમ સિંગલ્સ હાર અપાવી હતી. ત્યારબાદ સોફિયા પોલ્કાનોવાએ પ્રથમ ગેમ ગુમાવ્યા છતાં દિયા ચિતાલે સામે જબરદસ્ત વાપસી કરી હતી. બીજા અને ત્રીજા ગેમમાં ગોલ્ડન પોઇન્ટ પર જીત મેળવી તેમણે અમદાવાદની સરસાઈ વધારી હતી.

મિક્સ્ડ ડબલ્સમાં પણ અમદાવાદનો દબદબો

પાયસ જૈન અને સોફિયા પોલ્કાનોવાની જોડીએ અનિર્બાન ઘોષ અને પૃથિકા પાવડે સામે 2-1થી જીત મેળવી અમદાવાદને વધુ મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. જોકે પુણે તરફથી ઓમર અસ્સારે પાયસ જૈનને 2-1થી હરાવી ટીમને થોડી આશા અપાવી હતી.

મણિકા બત્રાએ જીત પર લગાવી મહોર

નિર્ણાયક મુકાબલામાં ભારતની સ્ટાર ખેલાડી મણિકા બત્રાએ પૃથિકા પાવડે સામે એકતરફી પ્રદર્શન કરતાં સીધા ત્રણ ગેમમાં 3-0થી જીત મેળવી હતી. શરૂઆતથી અંત સુધી મણિકાએ મેચ પર સંપૂર્ણ નિયંત્રણ રાખ્યું અને અમદાવાદને 10-5ની યાદગાર જીત અપાવી હતી.

સોફિયા અને મણિકાને મળ્યા ખાસ એવોર્ડ

મેચ બાદ સોફિયા પોલ્કાનોવાને ChatGPT Match IQ Player તેમજ Foreign Player of the Tieનો એવોર્ડ એનાયત થયો હતો. જ્યારે મણિકા બત્રાને Indian Player of the Tie જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ પૃથિકા પાવડેએ Bisleri Shot of the Tieનો એવોર્ડ જીત્યો હતો.

ડ્રીમ UTT જુનિયર્સમાં ફાઇનલિસ્ટ નક્કી

ડ્રીમ UTT જુનિયર્સ સ્પર્ધાની સેમિફાઇનલમાં દબંગ દિલ્હી TTCએ ડેમ્પો ગોવા ચેલેન્જર્સને 5-2થી હરાવ્યું હતું. જ્યારે U મુંબઈ TTએ UP Prometheansને 5-1થી પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બંને ટીમો વચ્ચેની ફાઇનલ 19 જુલાઈએ રમાશે..

મેચનાં પરિણામ

અમદાવાદ APL Pipers – 10
PBG પુણે જેગુઆર્સ – 5

  • એડ્રિયન રસેનફોસ્સેએ સ્નેહીત સુરવાજુળાને 2-1થી હરાવ્યા (11-8, 11-6, 8-11)
  • સોફિયા પોલ્કાનોવાએ દિયા ચિતાલેને 2-1થી હરાવ્યા (4-11, 11-10, 11-10)
  • પાયસ જૈન/સોફિયા પોલ્કાનોવાએ અનિર્બાન ઘોષ/પૃથિકા પાવડેને 2-1થી હરાવ્યા (9-11, 11-6, 11-7)
  • ઓમર અસ્સારે પાયસ જૈનને 2-1થી હરાવ્યા (11-6, 7-11, 11-9)
  • મણિકા બત્રાએ પૃથિકા પાવડેને 3-0થી હરાવ્યા (11-8, 11-7, 11-8)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *