અભિલાષ રાવલ અને કૌશાએ અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસના ખિતાબ જીત્યા, નક્ષ પટેલનો ડબલ ક્રાઉન

મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં 17 કેટેગરીના વિજેતાઓ જાહેર; 283 એન્ટ્રીઓ સાથે ત્રણ દિવસીય સ્પર્ધાનું સમાપન અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન ઑફ અમદાવાદ (TTAA) દ્વારા આયોજિત મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026નું રવિવારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે સમાપન થયું હતું. 2થી 4 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી ત્રણ દિવસીય સ્પર્ધામાં વિવિધ વયજૂથ અને…

એશિયન ગેમ્સ પહેલાં માનવ ઠક્કરનો આત્મવિશ્વાસઃ ‘ભારત હવે માત્ર ભાગ લેવા નહીં, મેડલ જીતવા ઉતરે છે’

સિંગલ્સમાં પહેલીવાર એશિયન ગેમ્સ રમશે ગુજરાતનો પેડલર; માનુષ શાહ સાથે પુરુષ ડબલ્સમાં પણ મેડલની આશા ગાંધીધામ ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર માટે આગામી એશિયન ગેમ્સ કારકિર્દીનો મહત્વપૂર્ણ પડાવ બની રહેશે. બે એશિયન ગેમ્સ અને પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો 26 વર્ષીય માનવ આ વખતે પ્રથમવાર એશિયન ગેમ્સની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે. વિશ્વના…

ટેબલ ટનિસ સ્ટાર હરમિત દેસાઈની પિતા બન્યા બાદ પહેલી મોટી પરીક્ષા, એશિયન ગેમ્સમાં મેડલ માટે સજ્જ

સતત ચોથી એશિયન ગેમ્સ રમવા જઈ રહેલા અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈએ તૈયારી, પિતા બનવાનો અનુભવ, યશસ્વિની ઘોરપડે સાથેની મિક્સ ડબલ્સ જોડી અને ભારતની મેડલની શક્યતાઓ અંગે દિલ ખોલીને વાત કરી સુરત: ભારતના અગ્રણી ટેબલ ટેનિસ ખેલાડી અને અર્જુન એવોર્ડ વિજેતા હરમિત દેસાઈ જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાના ગણતરીના દિવસો પહેલાં…

વિવાન દવેને ફિલિપાઇન્સની WTT યૂથ કન્ટેન્ડરમાં સિલ્વર મેડલ

અંડર-15 કેટેગરીમાં સતત ત્રણ જીત સાથે ફાઇનલમાં પહોંચ્યો; રોમાંચક મુકાબલામાં વત્સલ ડુકલાન સામે 2-3થી હાર ગાંધીધામ ગુજરાતના ઉભરતા ટેબલ ટેનિસ ખેલાડી વિવાન દવેએ ફિલિપાઇન્સના પ્યુઅર્ટો પ્રિન્સેસામાં યોજાયેલી WTT યૂથ કન્ટેન્ડર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતાં સિલ્વર મેડલ જીત્યો છે. એડવર્ડ એસ. હાગેડોર્ન કોલિસિયમ ખાતે 3થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિવાન આંતરરાષ્ટ્રીય…

Butterfly UTT Season 7: મણિકા બત્રા – સોફિયા પોલ્કાનોવાની શાનદાર રમત, અમદાવાદ APL Pipers ટેબલમાં ટોચ પર

PBG પુણે જેગુઆર્સ સામે 10-5થી નોંધાવી મહત્વપૂર્ણ જીત; મણિકા, સોફિયા અને એડ્રિયનના દમદાર પ્રદર્શનથી અમદાવાદનો વિજય ગોવા ગોવામાં રમાઈ રહેલી Butterfly Ultimate Table Tennis (UTT) Season 7માં અમદાવાદ APL Pipersએ શનિવારે PBG પુણે જેગુઆર્સને 10-5થી હરાવી પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. ભારતીય સ્ટાર મણિકા બત્રા, સોફિયા પોલ્કાનોવા અને એડ્રિયન રસેનફોસ્સેના શાનદાર પ્રદર્શનના કારણે…

Butterfly UTT સીઝન-7: 16 વર્ષની સિન્ડ્રેલા દાસે મણિકા બત્રાને હરાવી સર્જ્યો મોટો અપસેટ, ગોવાની સતત બીજી જીત

PBG પુણે જેગુઆર્સે UP પ્રમેથિયન્સને 9-6થી હરાવ્યા; ફ્રાન્સની પ્રિથિકા પાવાડેએ યાંગઝી લિયુને પરાજય આપ્યો ગોવાગોવાના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહેલી Butterfly Ultimate Table Tennis (UTT) સીઝન-7માં રવિવારે ચાહકોને બે રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. દિવસની સૌથી મોટી ચર્ચા 16 વર્ષની ભારતીય ખેલાડી સિન્ડ્રેલા દાસ રહી, જેમણે મહિલા સિંગલ્સમાં ભારતની સ્ટાર અને વિશ્વ…