આયકર વિભાગે અને ઈડીએ દરોડા પાડ્યા છે જેમાં રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુર અને લખનઉના સ્થળોનો સમાવેશ થાય છે

લખનઉ
પૂર્વ મંત્રી અને સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી છે આજે વહેલી સવારે તેના રહેણાંક સહિત અનેક સ્થળોએ આયકર વિભાગે અને ઈડીએ સવારે દરોડા પાડ્યા છે જેમાં રામપુર, મેરઠ, ગાઝિયાબાદ, સહારનપુર, સીતાપુર અને લખનઉના સ્થળોનો સમાવેશ થાય છે.
આયકર વિભાગે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વરા આઝમ ખાનના 30 સ્થળો પર દરોડા ચાલી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં પણ આઝમ ખાનના સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આઝમ ખાન વિરુદ્ધ 2019માં જોહર યૂનિવર્સિટી માટે જમીન પર કબ્જાના 30 કેસો નોંધાયા હતા. તે સમયે પ્રશાસને તેને ભૂમાફિયા પણ જાહેર કર્યો હતો. ઈડીએ પણ આઝમ ખાન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ આગાઉ છ મહિના પહેલા આયકર વિભાગે પૂર્વ મંત્રી આઝમ ખાન અને તેમની પત્ની તંજીન ફાતિમાં તેમજ તેના દિકરા અબ્દુલ્લાના આવકવેરાના સોગંદનામાની ફરીથી તપાસ કરવામાં આવી હતી. આઝમ ખાન અને તેના દિકરા દ્વારા વિધાનસભાની ચૂંટણી દરમિયાન દાખલ કરેલા આવકવેરાના સોગંદનામામાં કેટલીક ગેરરીતીઓ જોવા મળી હતી.