આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કાર્ય ચાલુ છે, લગભગ 50 લોકોના ઘાયલ થવાની પણ આશંકા

હનોઈ
વિયેતનામની રાજધાની હનોઈમાં 9 માળના એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. મળેલા અહેવાલો મુજબ એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગને કારણે લગભગ 12 લોકોના મોતની આશંકા છે. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કાર્ય ચાલુ છે. આ સાથે લગભગ 50 લોકોના ઘાયલ થવાની પણ આશંકા છે. જો કે અત્યાર સુધી અધિકારીઓએ મોતના આંકડાઓની પુષ્ટિ કરી નથી.
મળેલા અહેવાલો અનુસાર આ એપાર્ટમેન્ટમાં લગભગ 150 લોકો રહેતા હતા. આગ લાગવાના થોડા સમય બાદ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. આ 9 માળના એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા બાદ મોડી રાત્રે 2 વાગ્યે તેના કર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પોલીસે આગ લાગવાના કારણોની તપાસ શરુ કરી દીધી છે.
