આ પ્લેન પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં 32 હજાર ફુટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું, જો કે ફ્લાઈટ બાદમાં સલામત રીતે દિલ્હી પહોંચી ગઈ હતી

નવી દિલ્હી
દેશની રાજધાની દિલ્હીથી લંડન માટે ઉડાન ભરેલી એયર ઈન્ડિયાની ફ્લાઈટ થોડા સમયમાં જ અચાનક આઈજીઆઈ એરપોર્ટ પર રિટર્ન થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે પ્લેનમાં થોડીક ખામી સર્જાઈ હતી જેના કારણે ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર રિટર્ન કરવાની ફરજ પડી હતી.
સુત્રોમાંથી મળતી વધુ માહિતી મુજબ એયર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઈટ જ્યારે દિલ્હીથી લંડન માટે ઉડાન ભરી હતી ત્યારે પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેને પગલે ફ્લાઈટને આઈજીઆઈ એરપોર્ટ રિટર્ન કરવી પડી હતી, જો કે આ ફ્લાઈટ જ્યારે દિલ્હી રિટર્ન આવી રહી હતી તે દરમિયાન પાકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ગઈ હતી. આ પ્લેન પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં 32 હજાર ફુટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું. જો કે ફ્લાઈટ બાદમાં સલામત રીતે દિલ્હી પહોંચી ગઈ હતી.
