આ ડીલ પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં કોલસા આધારિત સ્ટીલ ઉત્પાદનને ઓછા કાર્બન ઉત્સર્જનવાળી ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં બદલવા માટે કરાયો

નવી દિલ્હી
ભારતની કંપની ટાટા સ્ટીલ અને બ્રિટિશ સરકાર વચ્ચે શુક્રવારે એક ડીલ થઇ હતી. યુકે ના પીએમ ઋષિ સુનકે આડીલ બાબતે 1.25 બિલિયન પાઉન્ડના રોકાણ પેકેજની જાહેરાત કરી હતી. આ ડીલ પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં કોલસા આધારિત સ્ટીલ ઉત્પાદનને ઓછા કાર્બન ઉત્સર્જનવાળી ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં બદલવા માટે કરવા માટે કરવામાં આવ્યો છે.
યુકેના પીએમ ઋષિ સુનકે આ અને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ડીલ હજારો બ્રિટિશ નોકરીઓને બચાવશે અને વેલ્સમાં સ્ટીલ ઉદ્યોગનું ભવિષ્ય સુરક્ષિત કરશે. તેઓએ યુકે સ્ટીલ માટે શુક્રવારના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો, આ ઉપરાંત તે ટાટા સ્ટીલ સાથે 1 બિલિયન પાઉન્ડના રોકાણની સંમતિ અંગે પણ જણાવ્યું હતું.
બ્રિટનના પીએમએ કહ્યું કે આ ડીલથી માત્ર નોકરીઓ જ નહીં બચશે પરંતુ ઉત્પાદનનું આધુનિકીકરણ પણ થશે. ઉપરાંત, આનાથી અર્થતંત્રને પણ વેગ મળશે. નોંધનીય છે કે યુકેની અર્થવ્યવસ્થા વિશ્વમાં 8મા ક્રમે છે અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સતત આગળ વધવાનો પ્રયાસ કરી રહી છે.
યુકેના નાણા મંત્રી જેરેમી હંટે જણાવ્યું હતું કે ટાટા સ્ટીલના યુકે સાથેનું આ 1.25 બિલિયન પાઉન્ડના જોઈન્ટ રોકાણ એ યુકેના ઉત્પાદન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ છે.
સાઉથ વેલ્સમાં સ્થિત આ સ્ટીલ ફેક્ટરીમાં 8,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ ઉપરાંત લગભગ 12,500 લોકો સપ્લાય ચેઇનમાં કાર્યરત છે અને આ ડીલના કારણે 5,000થી વધુ લોકોની નોકરીઓ બચાવી શકાશે તેવો બ્રિટિશ સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ બિઝનેસ એન્ડ ટ્રેડે દાવો કર્યો છે. કરારની શરતો અનુસાર, જ્યારે યુકે સરકાર 500 મિલિયન પાઉન્ડ સુધીની ગ્રાન્ટ આપશે, ત્યારે ટાટા સ્ટીલ તેના આંતરિક સંસાધનોમાંથી અંદાજે 700 મિલિયન પાઉન્ડનું રોકાણ આગામી ચાર મહિનામાં પોર્ટ ટેલબોટમાં બાંધવામાં આવનાર સ્ટીલ ઉત્પાદન સુવિધામાં કરશે. જેમાં કંપની ટેલબોટ ખાતે 3 મિલિયન ટનનું ઈએએફ સ્થાપવાનું આયોજન કરી રહી છે. નોંધનીય છે કે પોર્ટ ટેલબોટ સ્ટીલવર્કસ યુકેનું સૌથી મોટું કાર્બન ઉત્સર્જક છે જેથી યુકે સરકાર ગંદી બ્લાસ્ટ ફર્નેસને બદલવાનું વિચારી રહી છે