અમદાવાદ
ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશન ને સમર્પિત અમદાવાદના ટોચના બિઝનેસ એસોસિએશન ટાઈ (TIE) સંસ્થાએ તેના એસોસિએટ સભ્યો માટે પીકલ બોલ ઇવેન્ટનું સફળ આયોજન કર્યું છે. જેની ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવો આ સમારંભ અમદાવાદમાં એપી પીકલ બોલ ક્લબ ખાતે યોજાયો હતો.
TIE અમદાવાદમાં પીકલ બોલ ઈવેન્ટ તેના સભ્યોમાં ભાતૃભાવના ભાવના તથા તંદુરસ્ત જીવનશૈલી ને પ્રોત્સાહિત કરવામાં ખૂબ જ મહત્વનો બની રહે છે. આ ઈવેન્ટને તેમાં સામેલ થનાર સમુદાય તરફથી અદભુત પ્રતિભાવ સાંપડ્યો હતો અને સમગ્ર ઈવેન્ટ દરમિયાન તમામ લોકોએ ભારે ઉત્સાહ અને સ્પર્ધા ભાવના દાખવી હતી.
વિવિધ જોડીઓમાં વહેંચાયેલા આ સમારંભમાં પ્રતિભા અને ભાવનાનું નોંધપાત્ર ઉચ્ચ વલણ જોવા મળ્યું હતું. પસંદ કરાયેલી જોડી ભારે ઉર્જા અને રોમાંચ સાથે સાચા અર્થમાં પીકલ બોલ ભાવના દર્શાવી હતી.
આ સમારંભના વિજેતાઓની ગૌરવભેર જાહેરાત કરવામાં આવી હતી કે શ્રી જીતેષ મહેતા અને અશેષ શાહ અપવાદરૂપ કૌશલ્ય દાખવી તથા સ્ટ્રેટેજીક ગેમ પ્લે મારફતે ચેમ્પિયન જાહેર કર્યા હતા. શ્રી કૌશલ સોપારકર અને કુમાર મનિષ ખૂબ ઓછા ગુણથી ટોચનું સ્થાન ગુમાવીને રનર્સઅપ જાહેર કર્યા હતા. તેમને અત્યંત ખેલદિલીપૂર્વક નોંધપાત્ર ખેલ ભાવના અને ચંચળતા દાખવી હતી. વધુમાં માસ્ટર નીવ ભગત અને તેના અદભૂત પર્ફોર્મન્સ અને ઈવેન્ટ દરમિયાન નોંધપાત્ર દેખાવને કારણે મેન ઓફ ધ મેચ જાહેર કર્યા હતા.
સમારંભની સાંજ TIE ના સભ્યો માટે મોજ મસ્તી થી ભરપૂર રહી હતી. સામેલ થનાર સભ્યોએ ભારે રોમાંચ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ પરસ્પર અર્થપૂર્ણ સંબંધો વિકસાવીને પોતાનું પ્રોફેશનલ નેટવર્ક સબળ બનાવ્યું હતું.
આ સમારંભ ને સંબોધન કરતાં TIE અમદાવાદ પ્રેસિડેન્ટ જતિન ત્રિવેદી એ તમામ સભ્યોએ દાખવેલી સક્રિયતા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વિજેતાઓને અભૂતપૂર્વ પર્ફોર્મન્સ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે “પીકલબૉલ ઈવેન્ટ ઉદ્યોગ સાહસિકતા અને ઈનોવેશન પ્રદર્શિત કરવામાં સભ્યો માટે તંદુરસ્ત સ્પર્ધા અને નેટવર્ક સ્થાપિત કરવાની ઉત્તમ તક બની રહી હતી. સમગ્ર સમારંભ દરમિયાન રજૂ કરવામાં આવેલી પ્રતિભાની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આપણે આ પ્રકારના સમારંભ યોજવામાં ચાલુ રાખીશું અને એસોસિએટ સભ્યોના બનેલા આપણાં સમુદાયો માટે સમૂહ ભાવના સાથે મનોરંજન માટેની તક પૂરી પાડતા રહીશું.”