સસેક્સને એક સિઝનમાં ચાર ચાર નિશ્ચિત પેનલ્ટી મળવાના પરિણામે આ દંડ ફટકારાતા પૂજારાને સજા થઈ
સસેક્સ
સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 12 પોઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેના પરિણામે ટીમના કેપ્ટન ચેતેશ્વર પૂજારાને એક મેચના સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે. સસેક્સને એક સિઝનમાં ચાર ચાર નિશ્ચિત પેનલ્ટી મળવાના પરિણામે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ વ્યવસાયિક આચરણ માટે ઈસીબી દ્વારા સ્થાપિત નિયમો સાથે સુસંગત છે.
ઈસીબીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, ’13 સેપ્ટેમ્બર 2023ના રોજ લીસેસ્ટરશાયર સામે કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં બે અતિરિક્ત પેનલ્ટી પોઈન્ટ્સ પ્રાપ્ત કરીને સસેક્સ સીસીસી હવે એક સિઝનમાં ચાર નિશ્ચિત પેનલ્ટીની મર્યાદા સુધી પહોંચી ગયું છે, આ અગાઉ ટીમને આ જ સિઝનની ચેમ્પિયનશિપમાં બે પેનલ્ટી પોઈન્ટ મળ્યા હતા. આ કારણોસર કેપ્ટન ચેતેશ્વર પૂજારા મેચમાં નહીં રમે.’
સસેક્સના કેપ્ટન ચેતેશ્વર પૂજારાને નિયમો અનુસાર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તેમની ટીમે આને સ્વીકાર પણ કરી લીધો છે. સસ્પેન્શન સાથે સંબંધિત ઓન ફીલ્ડ ઘટનાઓમાં ટોમ હેન્સ, જેક કાર્સન અને એરી કારવેલસ જેવા ખેલાડીઓ સામેલ છે, જેમની ડર્બીશાયર સામેની આગામી મેચ માટે પસંદગી કરવામાં આવી ન હતી. સસેક્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘ટોમ હેન્સ અને જેક કાર્સનને પાછલી મેચમાં તેમનાં આચરણના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. કાઉન્ટી ચેમ્પિયનશિપના આ સિઝનમાં સસેક્સ કાઉન્ટી ક્લબ પાંચમાં નંબરે પહોંચી ગયું છે અને વર્તમાનમાં તેની પાસે 124 પોઈન્ટ્સ છે. આ દરમિયાન જો ટીમને હારનો સામનો કરવો પડે છે તો ટીમ પોઈન્ટ ટેબલમાં વધુ નીચે જઈ શકે છે.