વર્લ્ડ કપ માટે દિગ્ગજોને તાજા રાખવા રોહિત-વિરાટને આરામ અપાયોઃ દ્રવિડ

Spread the love

ભારતીય ટીમ આઠ ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે

નવી દિલ્હી

એશિયા કપમાં સુપર-4 રાઉન્ડમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતે કોહલી અને રોહિતને આરામ આપ્યો હતો.

તાજેતરમાં એશિયા કપમાં જ્યારે મેનેજમેન્ટે બાંગ્લાદેશ સામે સુપર-4 રાઉન્ડમાં વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લીધો હતો, ત્યારે શરૂઆતમાં કંઈ થયું ન હતું, પરંતુ બાંગ્લાદેશ સામેની હાર બાદ માત્ર ચાહકો જ આ નિર્ણયથી નારાજ થયા હતા. હકીકતમાં ભૂતપૂર્વ ક્રિકેટરો પણ આ નિર્ણય અંગે અલગ-અલગ મત ધરાવતા હતા. ઘણા નિષ્ણાતોએ કહ્યું હતું કે વિજેતા ટીમે રમવાનું ચાલુ રાખવું જોઈતું હતું, જ્યારે કેટલાક નિષ્ણાતોએ તેનો બચાવ કર્યો હતો. જો કે હવે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડે આ મામલે સ્પષ્ટતા આપી છે. દ્રવિડે કહ્યું કે કોહલી અને રોહિતને આરામ આપવામાં આવ્યો કારણ કે ટીમ ઈચ્છે છે કે વર્લ્ડ કપ 2023 માટે બંને દિગ્ગજો તાજા રહે.
પાંચ ઓક્ટોબરથી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ થશે. જ્યારે ભારતીય ટીમ આઠ ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. કોચ રાહુલ દ્રવિડે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે અગાઉ કહ્યું હતું કે આ તે શ્રેણીમાંથી એક છે જ્યાં તમે જોયું છે કે અમારા કેટલાક ખેલાડીઓ પ્રથમ બે મેચમાં રમી રહ્યા નથી. અમે અમારા ઝડપી બોલર્સના વર્કલોડનું મેનેજેન્ટ કરતા રહીશું. તે ખૂબ જ સારું રહેશે કે અમારા કેટલાક ખેલાડીઓને વર્લ્ડ કપ 2023 પહેલા આ ત્રણ મુશ્કેલ મેચોમાં રમવાની તક મળે.
રાહુલ દ્રવિડે કહ્યું હતું કે મને લાગે છે કે લોકો રોહિત અને વિરાટને ખૂબ પસંદ કરે છે. અમારા દ્રષ્ટિકોણથી તે મહત્વપૂર્ણ છે કે તેઓ શ્રેષ્ઠ માનસિક અને શારીરિક સ્થિતિમાં વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં પહોંચે. આખી ટીમ આ ઈચ્છે છે. ભારતીય મુખ્ય કોચે કહ્યું હતું કે તેણે જેટલું ક્રિકેટ રમ્યું છે તેટલું તે જાણે છે કે મોટી મેચો માટે પોતાને કેવી રીતે તૈયાર કરવી. આવા ઘણા નિર્ણયો છે, જેની સાથે તેમની સાથે ચર્ચા કરવામાં આવી છે. નોંધનીય છે કે ભારતે ફાઈનલમાં શ્રીલંકાને પરાજય આપીને એશિયા કપ જીત્યો હતો. ત્યારબાદ હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ રમી રહી છે. આ સીરિઝ બાદ ભારતીય ટીમ સીધી વર્લ્ડ કપમાં રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *