52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023 ચોથા રાઉન્ડ પછી આંધ્રપ્રદેશના મો. ઈમરાન અને તમિલનાડુની તેજસ્વિની જી ટુર્નામેન્ટમાં આગળ છે. સ્પર્ધા 20 થી 28 સપ્ટેમ્બર, 2023 દરમિયાન કર્ણાવતી ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે ચાલી રહી છે.
આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 358 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
ચોથો રાઉન્ડ પૂરો થયા બાદ, આંધ્ર પ્રદેશના મો. ઈમરાન 4 પોઈન્ટ સાથે ટૂર્નામેન્ટમાં આગળ છે. ઇમરાને ચોથા રાઉન્ડમાં ગુજરાતના વૃંદેશ પારેખને હરાવી પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાંચમા રાઉન્ડમાં ઈમરાનનો મુકાબલો ગુજરાતના કુશલ જાની સામે થશે. પશ્ચિમ બંગાળના અલેખ્યા મુખોપાધ્યાય અને રાજસ્થાનના યશ ભરાડિયા 4-4 પોઈન્ટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
બીજી તરફ ગર્લ્સ કેટેગરીમાં, તમિલનાડુની તેજસ્વિની જી (ELO 1905) એ 4 પોઈન્ટ મેળવ્યા અને બોર્ડમાં ટોચ પર રહેવાનું જાળવી રાખ્યું. તેજસ્વિનીએ ચોથા રાઉન્ડમાં હરિયાણાની ઈશ્વી અગ્રવાલને હાર આપી હતી.5માં રાઉન્ડમાં તેજસ્વિની પશ્ચિમ બંગાળની સ્નેહા હલદર સામે રમશે. પશ્ચિમ બંગાળની સ્નેહા હલદર અને ઉત્તર પ્રદેશની શુભી ગુપ્તા 4-4 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા સ્થાને છે.
બીજી તરફ ગુજરાત ચોથા રાઉન્ડ બાદ ચમક્યું.ગુજરાતના અગ્રણી ખેલાડી કુશલ જાનીએ 4 પોઈન્ટ બનાવ્યા અને બોર્ડમાં ચોથા સ્થાને છે જ્યારે ગુજરાતના અન્ય એક ખેલાડી કર્તવ્ય અનાડકટે 3.5 પોઈન્ટ મેળવ્યા અને બોર્ડમાં 9મું સ્થાન મેળવ્યું.
આ ટુર્નામેન્ટમાં સ્વિસ સિસ્ટમ હેઠળ કુલ 11 રાઉન્ડ રમાશે. ટોચના 40 ખેલાડીઓને (20 છોકરાઓમાં અને 20 છોકરીઓમાં) ટ્રોફી સાથે રૂ. 10 લાખના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 28.9.2023 ના રોજ સમાપ્ત થશે.