જંગલમાંથી બહાર આવી એકાદ ડઝન જેટલા નકસલીઓએ મેકલુસ્કીગંજગામમાં પહેલા હવામાં ગોળીબાર કર્યો

રાંચી
ઝારખંડના રાંચી જિલ્લા સ્થિત મેકલુસ્કીગંજમાં એક કંસ્ટ્રકશન સાઈટ ઉપર નકસલીઓએ સોમવારે રાત્રે હુમલો કર્યો હતો અને નિર્માણ કાર્યમાં વ્યસ્ત તેવા ૩ વાહનો અને એક જનરેટર સેટને સળગાવી દીધા હતા.
રાત્રે અચાનક જ જંગલમાંથી બહાર આવી એકાદ ડઝન જેટલા નકસલીઓએ અહીંથી ૭૦ કિ.મી. જેટલા દૂર રહેલા આ ગામમાં પહેલા હવામાં ગોળીબારો કર્યા હતા તેથી ચટ્ટો નદી ઉપર બ્રીજ નિર્માણમાં વ્યસ્ત તેવા કામદારો ગભરાઈને અહીં તહીં દોડી ગયા હતા.
આ પછી નકસલીઓએ એક ડમ્પર, એક પોકલેન મશીન એક એસ.યુ.વી. તથા એક જનરેટર સળગાવી દીધા હતા. આ માહિતી મળતા હથિયાર બંધ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
પ્રાપ્ય માહિતી મુજબ ચતરાના ખંડવા સ્થિત એનપીટીસીના સુપર પાવર સ્ટેશને કોલસો ક્ષમતાથી મળી રહે તે માટે એક ફીડર લાઇન પતરાક થી સોનનગર સુધી નિર્માણ કરવામાં આવી રહી છે. તેનો કોંટ્રેકટ કેઈપી ઇન્ટરનેશનલ લિને અપાયો છે. માઓવાદીઓએ કંપનીના જે કર્મચારીઓ જલ્દી નાસી જઈ શક્યા ન હતા તેમની ઉપર પણ તૂટી પડી નકસલીઓએ તેમને માર માર્યો હતો.
આ હુમલા અંગે નિરીક્ષકો જણાવે છે કે (કોન્ટ્રેકટર પાસેથી ખંડણી (લેવી) પ્રાપ્ત કરવાનો નકસલીઓનો હેતુ હોઈ શકે.
ઉલ્લેખનીય છે પ. બંગાળમાં ઉતરે આવેલા નકસલવાદી ગામમાંથી દાયકાઓ પહેલા શરૂ થયેલા આ આતંકી જૂથો ઝારખંડ દ. બિહાર (ઝારખંડ) છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તરના જંગલોમાં રહેલા દરેક જૂથ પોતાની જ સરકાર ચલાવે છે. રીતસર મહેસુલ અને ટેક્ષ પણ કલેકટર કરે છે. તેમના તાબા નીચેના વિસ્તારોમાં ન્યાયપત્રિકાઓ પણ રચે છે. આ પોકેટ્સ સ્ટેટ વિધિ સમાન બની રહ્યા છે.