ભારતે ઈઝરાયેલમાંના ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી

Spread the love

સ્થાનિક ઓથોરિટીના સૂચન માનવા અને કામ ન હોય તો બિનજરૂરી ઘરથી બહાર નીકળવા તથા સેફ્ટી શેલ્ટર્સની નજીક જ રહેવા સલાહ

નવી દિલ્હી

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છંછેડાયેલી યુદ્ધ જેવી સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે. હમાસના આતંકીઓએ ઈઝરાયલ પર હુમલો કરી દીધો અને ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સંદેશ જારી કરી યુદ્ધની જાહેરાત કરી દીધી. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે હમાસે ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ આરંભ્યું છે. તેમાં ઈઝરાયલ જ જીતશે. 

દરમિયાન ભારત સરકારે ઈઝરાયલમાં હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં સ્થિતિ પર નજર રાખવા અને સાવચેત રહેવા કહેવાયું છે. તેમાં જણાવાયું છે કે સ્થાનિક ઓથોરિટીના સૂચન માનો અને કામ ન હોય તો બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું ટાળજો તથા સેફ્ટી શેલ્ટર્સની નજીક જ રહેવું. ભારતીય નાગરિકોને ઈઝરાયલી હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઇટ જોવા કહેવાયું છે. ઈમરજન્સીમાં તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક સાધવા જણાવાયું છે. દૂતાવાસનું હેલ્પલાઈન નંબર +97235226748 અને ઈમેલ આઈડી consl.telaviv@mea.gov.in પર સંપર્ક કરવા જણાવાયું છે. 

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *