અફઘાનમાં ફરીથી 6.3ની તીવ્રતનો આંચકો આવતા ગભરાટ

Spread the love

ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું જણાવાઈ રહ્યું છે, જોકે અત્યાર સુધી જાનહાનિનો કોઈ આંકડો જાહેર કરાયો નથી

કાબુલ

ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 મપાઈ હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયો સાયન્સિઝે જણાવ્યું કે અફઘાનિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભૂકંપના ભારે આંચ્કા આવ્યા હતા. 

માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી જાનહાનિનો કોઈ આંકડો જાહેર કરાયો નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારે ભૂકંપના એક પછી એક 6 આંચકાને પગલે અફઘાનિસ્તાનમાં 4000થી વધુ લોકો મૃત્યુ પામી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *