એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડનો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો સપ્ટેમ્બર 30, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં 88% રહેવાનો અંદાજ

Spread the love

સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગ મુજબ, અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (એલટીએફએચ)નો રિટેલાઇઝેશન પોર્ટફોલિયો 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર માટે 88% હોવાનો અંદાજ છે, જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે 58% હતો. કંપની લક્ષ્ય 2026ના 80%થી વધુ રિટેલાઇઝેશનના લક્ષ્યાંકથી ઘણી આગળ છે.

30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે રિટેલ વિતરણ રૂ. 13,490 કરોડ છે, જે વાર્ષિક ધોરણે લગભગ 32%ની વૃદ્ધિ દર્શાવે છે.

નીચે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે વિવિધ વ્યવસાયોમાં રિટેલ વિતરણની વિગતો રજૂ કરવામાં આવી છે છે:

  • ખેડૂત ફાઇનાન્સ વિતરણ રૂ. 1,530 કરોડ હોવાનો અંદાજ છે, જેની સામે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં નોંધાયેલ વિતરણ રૂ. 1,304 કરોડ હતું.
  • ગ્રામીણ વ્યાપાર ફાઇનાન્સ વિતરણ રૂ. 5,740 કરોડ હોવાનો અંદાજ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,418 કરોડ નોંધાયું હતું.
  • શહેરી ફાઇનાન્સનું વિતરણ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલ રૂ. 4,166 કરોડની સરખામણીમાં રૂ. 4,860 કરોડ હોવાનો અંદાજ છે.
  • એસએમઈ ફાઇનાન્સનું વિતરણ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં નોંધાયેલ રૂ. 201 કરોડની સરખામણીમાં રૂ. 870 કરોડ હોવાનો અંદાજ છે.

30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના અંતે રિટેલ લોન બુક રૂ. 69,400 કરોડ હોવાનો અંદાજ છે, જે વાર્ષિક ધોરણે લગભગ 33% ની વૃદ્ધિ દર્શાવે છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *