અમારા ખેલાડીઓને મોટા ક્રાઉન્ડ સામે રમવાની આદત છે, આ ક્યારે દબાણ જેવું નથીઃ ભારતીય સુકાનીનો દાવો
અમદાવાદ
વર્લ્ડકપ-2023ના મહાકુંભ હેઠળની 12મી મેચમાં આવતીકાલે 14મી ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, ત્યારે આજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેણે શુભમન ગિલની હેલ્થ અંગે મોટું અપડેટ આપ્યું છે.
રોહિત શર્માએ કહ્યું કે, શુભમન ગીલ પાકિસ્તાન વિરુદ્ધ રમવા માટે 99 ટકા ફિટ છે. મેચ અગાઉ ટીમ ઈન્ડિયા માટે યુવા ઓપનર શુભમન ગિલની ફિટનેસ મોટી ચિંતાનો વિષય બન્યો હતો. ટુર્નામેન્ટ શરૂ થયા પહેલા જ ગિલ ડેન્ગ્યૂમાં સપડાયો હતો. જોકે પાકિસ્તાન વિરુદ્ધના મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મલી છે, કારણ કે આ ગિલ આ મેચમાં રમવા માટે સંપૂર્ણ તૈયાર છે.
રોહિતે કહ્યું કે, અમારા ખેલાડીઓને મોટા ક્રાઉન્ડ સામે રમવાની આદત છે. આ ક્યારે દબાણ જેવું નથી. હું છેલ્લા 9 મહિનાથી સોશિયલ મીડિયા પર નથી. બહારનો શોરબકોર બંધ કરવાની સૌકોઈની જુદી રીત હોય છે. પાકિસ્તાન એક ક્વોલિટી ટીમ છે, શુભમન ગિલ આવતીકાલે 99 ટકા ઉપલબ્ધ છે.
ઉલ્લેખનિય છે કે, આઈસીસી વર્લ્ડકપ-2023માં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હોવાથી સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ મેચમાં ખાસ વાત એ છે કે, બીસીસીઆઈએ સ્પેશિયલ સેરેમનીનું પણ આયોજન કર્યું છે. આ વર્લ્ડકપમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું ન હતું. આ જ કારણે ભારત-પાકિસ્તાન મેચ પહેલા મ્યૂઝિકલ સેરેમનીનું આયોજન થશે, જેમાં ઘણા મોટા સ્ટાર્ટ જોવા મળશે.