રિવર્સ ઈમેજ સર્ચ દ્વારા વીડિયોની ખરાઈ કરી શકાય છે

Spread the love

વીડિયો કે ફોટો ગુગલ પર દેખાતા કેમેરા આઈકોન પર ક્લિક કરી ફોટો અપલોડ કરવાથી નકલી હશે તો તે ખબર પડી જશે


નવી દિલ્હી
દરરોજ સોશિયલ મીડિયા પર સેકડો વીડિયો અપલોડ થતા રહે છે. આ વીડિયોમાં કોઈ વર્તમાન ઘટના સાથે જોડાયેલ છે કે નહી, તેને તમે કેવી રીતે ચેક કરી શકો છો, આવો તેના વિશે વિગતે જાણીએ.
આજકાલ ફેક વીડિયોનું ચલણ ખૂબ ઝડપથી વધી રહ્યુ છે. કોઈ પણ વ્યક્તિ આજે ગમે તે ઉઠાવીને અપલોડ કરી દે છે અને લોકો તેને સાચુ માની લે છે. આજે અમે તમને બતાવીએ છીએ કે મોબાઈલમાં સોશિયલ મીડિયા પર આવેલ ફોટા અસલી છે નકલી તે કેવી રીતે જાણી શકીએ. તેને ખુબ જ સરળતાથી જાણી શકીએ છીએ.
કોઈ પણ વીડિયો અસલી છે કે નકલી તે જાણવા માટે સૌથી પહેલા તમે રિવર્સ ઈમેજ સર્ચ ટ્રાય કરો. તેના માટે તમારે વીડિયોનો એક સ્ક્રીન શોર્ટ લેવાનો રહેશે અને તે વીડિયો ગુગલ પર દેખાતા કેમેરા આઈકોન પર ક્લિક કરી ફોટો અપલોડ કરવો. જો તમારી પાસે ફોટોનો યુઆરએલ (યુઆરએલ) છે તો તમે તેને પણ પેસ્ટ કરી શકો છો. જો વીડિયો અથવા ફોટો નકલી હશે તો તમને એ ખબર પડી જશે કે આ કઈ ઘટના સાથે જોડાયેલ છે અને ક્યારે ઈન્ટરનેટ પર અપલોડ થઈ હતી.
જો ગુગલ રિવર્સ ઈમેજ સર્ચ પર તમને કોઈ માહિતી નથી મળી રહી તો તમે અન્ય કોઈ એપનો ઉપયોગ પણ કરી શકો છો.
આ સિવાય બીજુ પણ એક ટુલ્સ છે ઈનવિડ ક્રોમ એક્સટેંશન નામનું ટુલ્સ છે જેમાં તમારે વીડિયોમાંથી કેટલાક સ્ક્રીનશોર્ટ અથવા કીફ્રેમ આપે છે. તેની મદદથી તમે રિવર્સ ઈમેજ સર્ચ ચલાવી શકો છો.
રિવર્સ ઈમેડ સર્ચ દ્વારા જો તમારા વીડિયોના કોન્ટેક્સ્ટ (સંદર્ભ) વિશે માહિતી મળી જશે કે,આ વીડિયો ક્યારે અને કયા વિષય પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વીડિયો બીજે ક્યાંકથી પોસ્ટ થયો હશે તો પણ તેની માહિતી મેળવી શકો છો, આ સાથે તે રિયલ છે કે કેમ..?, તેમજ લોકેશન અને તારીખ વિશે પણ ખ્યાલ આવી જશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *