દરોડામાં એનસીબીએ હજારો કરોડની કિંમતની નસીલી દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડનો જથ્થો પકડ્યો
નવી દિલ્હી
એનસીબીને મોટી સફળતા મળી છે. એનસીબીટીમે ડ્રગ સ્મગલરોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરતી વખતે અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટી ડ્રગ કન્સાઈનમેન્ટ જપ્ત કરી છે. ડ્રગ સ્મગલર્સનું આ નેટવર્ક ઘણું મોટું છે અને સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ દરોડામાં એનસીબીએ હજારો કરોડની કિંમતની નસીલી દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડ(એલએસડી)નો જથ્થો પકડ્યો છે.
એનસીબીના આ દરોડામાં દેશભરમાં ફેલાયેલી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ દરોડા દરમિયાન ઘણા ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરોડાને લઈને એનસીબીપ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહી છે. ભારતીય નૌકાદળ સાથેના એક વિશેષ ઓપરેશનમાં ગયા મહિને એજન્સીએ કેરળના દરિયાકાંઠે એક બોટમાંથી 25 હજાર કરોડ રુપિયાની કિંમતનું 2,525 કિલો મેથામ્ફેટામાઇન પકડી પાડ્યુ હતું. સંજય કુમાર સિંઘ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલએ તેને એજન્સી માટે મૂલ્યમાં સૌથી મોટી ડ્રગ જપ્તી ગણાવી હતી. એનસીબીઅને નેવીએ હિંદ મહાસાગરમાં સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. તેના નાણાકીય મૂલ્યની દ્રષ્ટિએ આ સૌથી મોટી જપ્તી છે. તે ઈરાનના ચાબહાર બંદરથી શરૂ થઈ હતી અને ડ્રગ્સનો સ્ત્રોત પાકિસ્તાન છે. સમુદ્રગુપ્ત નામનું સ્પેશિયલ ઓપરેશન ફેબ્રુઆરી 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 4 હજાર કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
એનસીબીની ટીમે હજારો કરોડની કિંમતની એલએસડી રિકવર કરવા સાથે અનેક ડ્રગ સ્મગલરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ એનસીબીઆ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરશે. નેવી અને કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત ઓપરેશનમાં એનસીબીએ ભારતના કેરળના દરિયાકાંઠેથી ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ ઝડપ્યો હતો.