સીબીઆઈની તપાસમાં પણ આ હકીકત બહાર આવવી જોઈએ અને જો તે નહીં આવે તો તેઓ તેની સામે કોર્ટમાં જશે એવી ચેતવણી
કોલકાતા
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ ગંભીર આક્ષેપો કર્યા છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું છે કે, ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત તૃણમૂલ કોંગ્રેસનું કાવતરું છે. સુવેન્દુ અધિકારીનું કહેવું છે કે, સીબીઆઈની તપાસમાં પણ આ હકીકત બહાર આવવી જોઈએ અને જો તે નહીં આવે તો તેઓ તેની સામે કોર્ટમાં જશે. તેણે આરોપ લગાવ્યો છે કે, ટીએમસીએ રેલવે અધિકારીઓના ફોન ટેપ કર્યા હતા.
ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા સુવેન્દુ અધિકારીના કહેવા મુજબ, આ ઘટના ટીએમસીનું કાવતરું છે. જ્યારે અન્ય રાજ્યમાં આ ઘટના બની ત્યારે ગઈકાલથી તેઓ આટલા પરેશાન કેમ છે. તેઓ સીબીઆઈ તપાસથી કેમ ડરે છે? ઓડિશામાં ઘટનાસ્થળે પહોંચેલા મમતા બેનર્જી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ વચ્ચે ત્યાં બધાની સામે ચર્ચા થઈ હતી. ત્યારથી ટીએમસી રેલ મંત્રીના રાજીનામાની માંગ કરી રહી છે.
સુવેન્દુના આરોપોનો જવાબ આપતા ટીએમસીએ કહ્યું કે, તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. હકીકતમાં, બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને મમતા સરકાર સતત ભાજપ પર નિશાન સાધી રહી છે. ટીએમસીનું કહેવું છે કે, ભાજપ મૃત્યુ આંક છુપાવી રહી છે. આ સિવાય ટીએમસી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને સરકારી નોકરી ન આપવા બદલ ભાજપથી નારાજ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, ‘બાલાસોર અકસ્માતમાં કેટલાક લોકોએ તેમના હાથ અને પગ ગુમાવ્યા. આવા લોકો માટે અમારી સરકારે નિર્ણય લીધો છે કે, અમે તેમના પરિવારના એક સભ્યને ખાસ હોમગાર્ડ તરીકે નોકરી આપીશું.