એન્ટોરિયોમાં ગોળીબારમાં ત્રણ બાળક સહિત પાંચનાં મોત

Spread the love

પોલીસની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી  હાથ ધરી

ઓન્ટોરિયો

કેનેડામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં ત્રણ બાળકો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આ ઘટના સોમવારે રાત્રે બની છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ  કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે 10.20 વાગ્યે ગોળીબારની ઘટના ની જાણ થઈ હતી, પોલીસને ઘટના અંગે જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તેમને પહેલા 41 વર્ષીય યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ 6 વર્ષના અને 12 વર્ષના બાળકોના મૃતદેહ પણ મળ્યા હતા. આ સિવાય પોલીસને 45 વર્ષિય વ્યક્તિ પણ ગોળીબારમાં ઘાયલ થયેલો જોવા મળ્યો હતો. આ ઘટના કેનેડાના ઉત્તરી ઓન્ટોરિયો શહેરમાં ફાયરિંગની ઘટના બની હતી.

તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ગોળીબારમાં 6 વર્ષના અને 12 વર્ષના બાળકોના મોત પણ થયા છે. આ ઉપરાંત અધિકારી એ જણાવ્યું હતું કે તેમને 44 વર્ષિય વ્યક્તિ પણ મૃત હાલતમાં મળી આવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાની જાતને જ ગોળી મારી હતી. હાલ પોલીસની ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી  હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે આ ગોળીબારનું કારણ આંતરિક ઝગડો હોઈ શકે છે. આ ઉપરાંત જણાવ્યું હતું કે બિનજરુરી રીતે જીવ ગુમાવી રહ્યાની ઘટનાઓ બની રહી છે. પોલીસ અધિકારી હ્યુ સ્ટીવનસને જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે પીડિત પરિવાર, મિત્રો તેમજ પ્રિયજનો જે દુઃખનો અમે અનુભવ કરી રહ્યા છીએ અને અમારી સહાનુભૂતી તેમની સાથે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *