ગાંધીધામ
ટેનિસ ચેમ્પિયનશિપમાં માનવ ઠક્કરે રોમાંચક બનેલી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં એ. શરથ કમાલને 4-3થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.
આ સાથે માનવે 77 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ જીત્યો હતો.
માનવ 2-1ના સ્કોર પર મજબૂત સરસાઈ ભોગવી રહ્યો હતો પરંતુ શરથે તેના આ પીએસપીબીના સાથીદાર સામે વળતો પ્રહાર કરીને સ્કોર પોતાની તરફેણમાં 3-2 કરી દીધો હતો. જોકે છઠ્ઠી ગેમમાં અને 14-12ના સ્કોરે તે મોડો પડ્યો હતો અને તેને પરાસ્ત થવું પડ્યું હતું. માનવે આ તક ઝડપી લીધી હતી અને નિર્ણાયક ગેમમાં શરથને મહાત કર્યો હતો.
બીજા ક્રમનો માનવ અગાઉ સેમિફાઇનલમાં ત્રીજા ક્રમના સ્નેહિત સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આ મેચમાં અંતિમ ક્ષણો સુધી બંને ખેલાડી મજબૂત રેલી ગેમ રમ્યા હતા. સ્નેહિત 2-1ની સરસાઈ પર હતો ત્યાર બાદ માનવે એએઆઈના ખેલાડી સામે લડત આપીને સ્કોર 2-2થી સરભર કર્યો હતો. પાંચમી ગેમમાં તેણે સરસાઈ લીધા બાદની ગેમમાં સ્કોર સરભર થઈ ગયો હતો. જોકે નિર્ણાયક ગેમ માનવના પક્ષે રહી હતી.
મેન્સ સિંગલ્સ ફાઇનલઃ માનવ ઠક્કર (પીએસપીબી) જીત્યા વિરુદ્ધ એ. શરથ કમાલ (પીએસપીબી) 2-11, 11-7, 11-6, 2-11, 4-11, 14-12, 11-8.
સેમિફાઇનલઃ માનવ ઠક્કર જીત્યા વિરુદ્ધ એએફઆર સ્નેહિત (એએઆઈ) 11-7, 3-11, 13-15, 11-4, 12-10, 11-13, 11-7.