આઈઆઈએમ બ્રિજ પાસે આંગડિયાના કર્મચારી પાસેથી 25 લાખની લૂંટ

બંટી-બબલીએ અકસ્માત કેમ કર્યો કહીને સીજી રોડથી 25 લાખ ભરેલી બેગ લઈને સિંધુભવન રોડ તરફ જતા કર્મીને અટકાવીને લૂંટી લીધો અમદાવાદશહેરમાં પોલીસ મોડી રાત સુધી પેટ્રોલિંગમાં હોવાની ગુલબાંગો ફૂંકાય છે. રાત્રિ ચેકિંગના નામે વાહન ચાલકો સામે કોરડો વિંઝાય છે પરંતુ ગુનાઓ અટકી શકે તેવી કોઈ કાર્યવાહી થતી નથી. શહેરમાં લૂંટના બનાવો વ્યાપક બની રહ્યાં છે….

રાજ્યપાલ ડિસ્ટર્બ કરશે તો યુનિ.ઓનું ફંડિંગ અટકાવવા મમતાની ધમકી

જે યુનિવર્સિટી રાજ્યપાલના આદેશનું પાલન કરશે રાજ્ય સરકાર તેમની વિરુદ્ધ આર્થિક નાકાબંધી કરી દેશે કોલકાતાપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના રાજ્યપાલ ડૉક્ટર સી.વી. આનંદ બોઝ સામે પશ્ચિમ બંગાળમાં યુનિવર્સિટીની વ્યવસ્થાઓને અવરોધવાનો આરોપ મૂક્યો હતો. શિક્ષક દિવસના અવસરે ધન ધાન્ય સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજીએ યુનિવર્સિટીને ચેતવણી આપી હતી.તેમણે કહ્યું કે જો રાજ્યપાલ આ રીતે…

સીતામઢીમાં જાનકી દેવીના વિકાસ માટે 72 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

બિહાર સરકારે પનૌરા ધામ જાનકી દેવી મંદિરને વિકસિત કરવાનો નિર્ણય કર્યો સીતામઢીદુનિયા એક તરફ અયોધ્યામાં શ્રીરામલલા જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનતા જોઈ રહી છે. ત્યારે, બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને પણ ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જોકે, બિહારના સીતામઢીમાં જાનકી દેવી જન્મસ્થળ આવેલું છે. અહીં પનૌરા ધામ જાનકી દેવી મંદિર પહેલાથી…

પાકિસ્તાન સામેની મેચ સંદર્ભના સવાલ પર રોહિત ઉશ્કેરાયો

આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે કોલંબોભારતીય ક્રિકેટ ટીમના ચીફ સેલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગઈકાલે વનડે વર્લ્ડ કપ 2023માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી. ત્યારબાદ બંને લોકોએ મળીને મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માથી…

વર્લ્ડ કપ 2023 માટેની ટીમ ઈન્ડિયા વૃધ્ધ ટીમ

બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં 7 ખેલાડીઓ એવા છે જે 30ની ઉંમર વટાવી ચુક્યા છે નવી દિલ્હીવર્લ્ડ કપ 2023 માટે બીસીસીઆઈએ ગઈકાલે 15 સભ્યોની ટીમ જાહેર કરી હતી. લાંબી ઈજા બાદ કે એલ રાહુલને એક પણ મેચ રમ્યા વગર આ 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વનડે ફોર્મેટમાં ખરાબ ફોર્મથી…

દિલીપદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ

નૌતમ સ્વામીની હકાલ પટ્ટી બાદ અમદાવાદના જગન્નાથ મંદિરના મહંતને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ અમદાવાદઃસાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ વિવાદોનો અંત લાવવા આ ભીંતચિત્રોને હટાવી લેવામાં આવ્યા હતાં. વિવાદનું સુખદ સમાધાન આવ્યા બાદ પણ સનાતની સંતો હજી નારાજ જોવા મળી રહ્યાં છે. સંતો હજુ પણ આ…

ભારત કે ઈન્ડિયા નામ સંદર્ભે દખલનો સુપ્રીમ ઈનકાર કરી ચૂકી છે

અગાઉ ઈન્ડિયા નામ હટાવવાની અરજી સુપ્રીમકોર્ટ પહોંચી તો કોર્ટે સરકાર પાસે જવાની ભલામણ કરી હતી નવી દિલ્હીઆપણા દેશને ઈન્ડિયા કે પછી ભારત કયા નામે સંબોધિત કરવો જોઈએ? આ સવાલ પહેલીવાર થયો નથી. વર્ષો પહેલા આ મામલે એક અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ થઈ હતી. તે સમયે કોર્ટે નામ પસંદકરવાને કોઈ વ્યક્તિનો અંગત નિર્ણય ગણાવ્યો હતો. સાથે જ…

મણિપુરમાં સાવચેતી તરીકે તમામ પાંચ જિલ્લામાં કર્ફ્યુ

કોઓર્ડિનેશન કમિટી ઓન મણિપુર ઈન્ટીગ્રેશન અને તેની લેડી બ્રાન્ચની જાહેરાતને ધ્યાનમાં રાખીને આ પાંચ જિલ્લામાં કર્ફ્યુ જાહેર કરાયો ઈમ્ફાલમણિપુરમાં છેલ્લે 3 મેના રોજ અનામતને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. જેના કારણે આખું રાજ્ય અત્યાર સુધી હિંસાની આગમાં બળી રહ્યું છે. જોકે હવે અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર સાવચેતીના પગલા સ્વરુપે મણિપુર ખીણના તમામ…

ભારત-પાકિસ્તાન-શ્રીલંકા-બાંગ્લાદેશની ટીમો વચ્ચે મુકાબલો

પાકિસ્તાન અને બાંગ્લાદેશ મેચ બાદ એશિયા કપની બાકીની તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં જ રમાશે નવી દિલ્હીએશિયા કપ 2023માં સુપર-4માં પહોંચનાર ચાર ટીમો નક્કી થઇ ગઈ છે. ગ્રુપ-એમાંથી પાકિસ્તાન અને ભારતની ટીમે સુપર-4માં સ્થાન મેળવ્યું છે. જયારે ગ્રુપ-બીમાંથી શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ સુપર-4 રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી છે. સુપર-4 રાઉન્ડની પ્રથમ મેચ આજે પાકિસ્તાન…

દરેક પ્રતિનિધિ અને દેશ જી20 બેઠકને લઈને ગંભીરઃ જયશંકર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં ગેરહાજરી પર ભારતના વિદેશ પ્રધાનની સ્પષ્ટતા નવી દિલ્હીઆ વખતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં આગામી 9-10 સપ્ટેમ્બરે જી20 સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં હાજરી આપવા…

ભારત પાકિસ્તાન સામે રમવા અને હારવાથી ડરે છેઃ નઝમ સેઠી

ભારત-પાકિસ્તાન મેચ કોલંબોથી હમ્બનટોટા સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો ત્યારબાદ એક કલાકની અંદર તેમણે પોતાનું મન બદલી નાખ્યું કરાંચીએશિયા કપ 2023ની તમામ મેચો હાઇબ્રિડ મોડલ અંતર્ગત પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાઈ રહી છે. હાઇબ્રિડ મોડલ અંતર્ગત 4 મેચો પાકિસ્તાનમાં જયારે ફાઈનલ સહિત 9 મેચો શ્રીલંકામાં યોજાવવાની છે. હવે ગ્રુપ સ્ટેજની તમામ મેચી રમાઈ ચુકી છે ફાઈનલ સહિત…

એસપીજીના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થયું

અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા નવી દિલ્હીસ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (એસપીજી)ના નિર્દેશક અરુણ કુમાર સિન્હાનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એસપીજી દેશના વડાપ્રધાનાની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.માહિતી અનુસાર અરુણ કુમાર સિન્હા 1988 કેરળ કેડરના આઈપીએસ અધિકારી હતા. તાજેતરમાં જ તેમના કાર્યકાળમાં એક વર્ષનો વિસ્તાર અપાયો…

હિન્દુ ધર્મની શરૂઆત ક્યારે થઇ તેને લઇને હજુ સવાલઃ જી.પરમેશ્વરે

કર્ણાટકના મંત્રી જી.પરમેશ્વરે હિન્દુ ધર્મ અંગે સવાલો ઊઠાવતા વિવાદ છંછેડાવાની અને સનાતન ધર્મ અંગેનો વિવાદ વધુ વકરવાની શક્યતા નવી દિલ્હીલોકસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો ફરી ધર્મને મુદ્દો બનાવવા લાગ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ અંગે ટિપ્પણી બાદ હોબાળો થઈ જવાથી વિવિધ નેતાઓ આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ…

અદાણી, મોંઘવારી સહિત 9 મુદ્દાઓ પર સંસદમાં ચર્ચાની સોનિયાની માગ

સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી 5 દિવસ સુધી યોજાવાનું છે નવી દિલ્હીકેન્દ્ર સરકારે અચાનક સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર દરમિયાન વિવિધ બિલો પાસ થવા અંગે પણ રાજકીય ચર્ચાઓ જામી છે. ત્યારે સત્ર પહેલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે… તેમણે સંસદના વિશેષ સત્ર અંગે સરકારના એજન્ડા અંગે…

સેન્સેક્સમાં 100 અને નિફ્ટીમાં 36 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

એફએમસીજી ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાન સાથે બંધ મુંબઈભારતીય શેરબજાર આ અઠવાડિયે સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. જોકે, આ તેજી બજાર બંધ થવાના છેલ્લા કલાકમાં આવી છે. એફએમસીજી ફાર્મા શેરોમાં ખરીદીને કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 65,880 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો…

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સચિત્રા સેનાનાયકની મેચ ફિક્સિંગ કેસમાં ધરપકડ

ખેલાડીએ કથિત રીતે બે ખેલાડીઓને મેચ ફિક્સ કરવા ઉશ્કેર્યા હતા. કોર્ટે ત્રણ અઠવાડિયા પહેલા સેનાનાયાકેના વિદેશ જવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો કોલંબો શ્રીલંકા ટીમના પૂર્વ ખેલાડી સચિત્રા સેનાનાયાકેની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સેનાનાયાકે પર વર્ષ 2020માં લંકા પ્રીમિયર લીગ દરમિયાન મેચ ફિક્સ કરવાની કોશિશ કરવાનો આરોપ લાગ્યો હતો. તેણે કથિત રીતે…

ગાજિયાબાદમાં 14 વર્ષના બાળકનું હડકાયા કૂતરાના કરડવાથી મોત

થોડા દિવસ પહેલા બાળકને હવા અને પાણીથી ડર લાગવા મંડ્યો અને તે અંધારામાં રહેવાનું પસંદ કરવા લાગ્યો અને જોર જોરથી બોલવા લાગ્યો, અંતે મોત ગાજિયાબાદગાજિયાબાદમાં એક 14 વર્ષના બાળકને હડકાયા કુતરાના કરડવાથી મોત થયુ છે. બાળકે લગભગ દોઢ મહિના પહેલા એક કુતરો કરડ્યો હતો. પરંતુ ડરના કારણે બાળકે તેના પરિવારને તેના વિશે કોઈ વાત નહોતી…

ઈસ્કોન બ્રિજ અકસ્માત કરનારી જેગુઆર કારને કોર્ટે જામીન આપ્યા

તથ્ય પટેલ જે જેગુઆર કાર ચલાવતો હતો તેનો મુળ માલિક ક્રિશ વારીયા છે, અકસ્માત બાદ ગાડીને તપાસ એજન્સીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અમદાવાદશહેરના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. તેની સાથે તેનો પિતા પ્રજ્ઞેશ પટેલ પણ જેલમાં છે. ત્યારે તથ્ય જે જેગુઆર કાર લઈને…

યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડ કરનારી એસબીઆઈ દેશની સાતમી બેન્ક

હવે ગ્રાહકો માટે બેન્કે ડિજિટલ રૂપિયાની સાથે ઈન્ટર ઓપરેબલ બનાવી દીધુ છે, આનાથી તે એસબીઆઈ એપ દ્વારા જ યુપીઆઈ કોડ સ્કેન કરીને સીધા ડિજિટલ રૂપિયાની ચૂકવણી કરી શકશે નવી દિલ્હીસ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની 7 મી બેન્ક બની ગઈ છે જેનાથી યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડની પરમિશન આપી દેવાઈ છે. એસબીઆઈએ સેન્ટ્રલ બેન્ક ડિજિટર કરન્સી…

દિલ્હીના ઈંદિરા ગાંધી એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટ રદ કરાઈ

સમિટના 3 દિવસ માટે આવનારા વિમાનો માટે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી નવી દિલ્હીદેશની રાજધાની નવી દિલ્હીમાં જી20 સમિટને લઈને તૈયારીઓ કરી લેવાઈ છે. આ દરમિયાન જ સંપૂર્ણ રાજ્યમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ કરવામાં આવતાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 160થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આ માહિતી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડીઆઈએએલ)ના…