સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 08-11-2026, 250થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

મુહૂર્ત ટ્રેડિંગમાં સોના-ચાંદીની ચમક: દિવાળીએ બંને કિંમતી ધાતુઓમાં તેજી, ચાંદી ₹1.85 લાખને પાર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ…

દિવાળીએ વતન જવા મુસાફરોનો ધસારો: STની 2400 એક્સ્ટ્રા બસો દોડી, એકલા અમદાવાદમાંથી 1800 વધારાના ફેરા

રાજ્યભરમાં 8000થી વધુ વધારાની ટ્રીપ્સનું સંચાલન, અમદાવાદ, સુરત સહિતનાં બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ; સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય-પૂર્વ ગુજરાતના રૂટ પર વિશેષ વ્યવસ્થા અમદાવાદ: દિવાળી અને બેસતા વર્ષના તહેવારોને લઈને ગુજરાતભરમાં વતન તરફ જતાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નોકરી, ધંધા અને રોજગાર માટે અમદાવાદ, સુરત, વડોદરા સહિતનાં મોટાં શહેરોમાં વસતા હજારો…

મુહૂર્ત ટ્રેડિંગમાં સોના-ચાંદીની ચમક: દિવાળીએ બંને કિંમતી ધાતુઓમાં તેજી, ચાંદી ₹1.85 લાખને પાર

MCX પર સોનામાં રૂ.533 અને ચાંદીમાં રૂ.552નો ઉછાળો; સોનું રૂ.1,42,700 પ્રતિ 10 ગ્રામ થયું, રોકાણકારોની નજર હવે આગામી બજારની ચાલ પર અમદાવાદ દિવાળીના પવિત્ર પર્વે પરંપરાગત રીતે શુભ માનવામાં આવતા મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન સોના અને ચાંદીના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે કોમોડિટી માર્કેટમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો નોંધાતા રોકાણકારો…

મુહૂર્ત ટ્રેડિંગમાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: દિવાળીના શુભ દિવસે જ શેરબજાર લાલ નિશાને બંધ, સેન્સેક્સ 29 અને નિફ્ટી 44 પોઈન્ટ ગગડ્યા

2017 પછી પહેલીવાર દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં બજારમાં ઘટાડો; શરૂઆતમાં જોરદાર તેજી છતાં અંતે રોકાણકારોને નિરાશા, સન ફાર્માના શેરમાં સૌથી વધુ તેજી અમદાવાદ દિવાળીના પર્વે શેરબજારમાં નવા સંવતની શરૂઆત શુભ રહેવાની આશા સાથે રોકાણકારોએ મુહૂર્ત ટ્રેડિંગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, આ વખતે શેરબજારના રોકાણકારોને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2026ના દિવાળી મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ…

દેશમાં બનેલી સિસ્ટમથી કંટ્રોલ થશે મેટ્રો ટ્રેનો, શું છે CBTC ટેકનોલોજી? રેડ લાઇનના એક હિસ્સા પર ટૂંક સમયમાં થશે ટ્રાયલ

નવી દિલ્હી દિલ્હી મેટ્રો સહિત દેશના મેટ્રો નેટવર્કમાં ટ્રેન સંચાલન અને દેખરેખ માટે વિદેશી ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડવાની તૈયારીઓ હવે ખૂબ જ ઝડપી બની ગઈ છે. DMRC (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન)ના વાર્ષિક અહેવાલ મુજબ, સ્વદેશી ‘કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કંટ્રોલ’ (i-CBTC) સિસ્ટમ વિકસાવવાના તમામ તબક્કા પૂરા થઈ ચૂક્યા છે. ટૂંક સમયમાં જ રેડ લાઇન પર આનો…

રજત પાટીદારે વનડે ટીમમાંથી નામ પાછું ખેંચ્યું, આયુષ બદોનીને મળી તક; જુઓ ભારતની અપડેટેડ ટીમ

નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન રજત પાટીદાર ઈજાના કારણે તાજેતરમાં 50 ઓવરના ફોર્મેટમાંથી બહાર થઈ ગયો છે. તેણે પોતાની ફિટનેસ અને રિકવરી પર ધ્યાન આપવા માટે પસંદગીકારોને પોતાનો દાવો ન કરવા વિનંતી કરી હતી, ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને યુવા ખેલાડી આયુષ બદોનીને ‘રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ’ માટે ભારત A…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 07-11-2026, 250થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

CPCBનો ચોંકાવનારો રિપોર્ટ: દિલ્હીમાં કડક નિયમો છતાં 43.5% બાળકોના ફેફસાંની ક્ષમતા ઘટી; સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ગંભીર ચિંતા સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો…

CPCBનો ચોંકાવનારો રિપોર્ટ: દિલ્હીમાં કડક નિયમો છતાં 43.5% બાળકોના ફેફસાંની ક્ષમતા ઘટી; સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ગંભીર ચિંતા

પ્રદૂષણ રોકવા માત્ર અદાલતી આદેશો કે પોલીસ પૂરતી નથી, લોકોએ જાગૃત થઈ જનઅભિયાન ચલાવવું પડશે: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણની ગંભીર અને વિપરીત અસર હવે નાના બાળકોના સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના એક રિપોર્ટ મુજબ, દિલ્હીના 43.5% શાળાના બાળકોના ફેફસાંની ક્ષમતા સામાન્ય કરતાં ઓછી થઈ ગઈ છે….

અમરેલીના સણોસરામાં દીપડાનો આતંક: 8 વર્ષના બાળકને ઉઠાવીને મોતને ઘાટ ઊતાર્યો, એક સપ્તાહમાં ત્રીજી ઘટના

પરિવારની નજર સામે જ દીપડો બાળકને ખેંચી ગયો અમરેલી અમરેલી તાલુકાના સણોસરા ગામની સીમમાં એક પરિવારે પોતાના ખેતરમાં કપાસની વણતર કે અન્ય કામકાજ અર્થે રોકાવું પડ્યું હતું. આ દરમિયાન તેમનો 8 વર્ષનો નાનો બાળક ખેતરમાં હાજર હતો. અચાનક જ ઝાડીઓમાંથી ધસી આવેલા ખૂંખાર દીપડાએ પરિવારની નજર સમક્ષ જ માસૂમ બાળક પર હુમલો કરી દીધો અને…

વરસાદના વિઘ્ન વચ્ચે ભારતનો રોમાંચક વિજય! DLS નિયમથી ન્યૂઝીલેન્ડને 4 રને હરાવ્યું, શ્રેણીમાં 2-0ની સરસાઈ

વેલિંગ્ટનમાં બીજી વનડેમાં ભારતીય ટીમે જીતનો સિલસિલો જાળવ્યો; 135 રનના લક્ષ્યાંક સામે 26 ઓવરમાં 113/7નો સ્કોર, કેએલ રાહુલની અણનમ 26 રનની ઇનિંગ્સ વેલિંગ્ટન ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે વરસાદી વિઘ્ન વચ્ચે ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) નિયમના આધારે 4 રને રોમાંચક વિજય મેળવ્યો છે. આ જીત સાથે જ ટીમ…

દિવાળીએ વતન જતાં મુસાફરો માટે સુરત એસ.ટી. વિભાગની 1,500થી વધુ વધારાની બસો : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ બસ સ્ટેશનની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

દિવાળી એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લેવા મુસાફરોને અપીલ; બસમાં મુસાફરી કરી રહેલા લોકો સાથે મંત્રીએ આત્મીય સંવાદ સાધી સુવિધાઓ અને વ્યવસ્થાની માહિતી મેળવી સુરત : દિવાળીના પર્વે પોતાના પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરવા વતન તરફ જતા મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી…

13,629 ફૂટની ઊંચાઈએ ભારતીય વાયુસેનાના IL-76MD વિમાનનું ઐતિહાસિક લેન્ડિંગ, ન્યોમા એરફિલ્ડ પર રચ્યો વિશ્વવિક્રમ

વિશ્વમાં પ્રથમ વખત આટલી ઊંચાઈએ IL-76MD વિમાનનું સફળ લેન્ડિંગ; સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બાગડોગરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લઈ દિવાળીની પૂર્વસંધ્યાએ જવાનો સાથે કરી મુલાકાત નવી દિલ્હી ભારતીય વાયુસેનાએ પોતાની વ્યૂહાત્મક હવાઈ ક્ષમતાનું વધુ એક અસાધારણ પ્રદર્શન કરીને ઉડ્ડયન ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. ભારતીય વાયુસેનાના વિશાળ પરિવહન વિમાન IL-76MDએ લદ્દાખના ન્યોમા ખાતે સમુદ્ર સપાટીથી 13,629…

જીવન માટે ઝઝૂમી રહેલી હાથીની બાળકી ‘માયા’ને અનંત અંબાણીની વનતારાએ આપી આશાની નવી કિરણ

કેરળમાં જન્મ બાદ તરછોડાયેલી માયાના બંને આગળના પગમાં ફ્રેક્ચર, હાડકાં પણ અત્યંત નબળાં થતાં સ્થિતિ ગંભીર બની – વનતારાની વિશેષ તબીબી ટીમે એરલિફ્ટ કરીને જામનગર પહોંચાડી, હવે 24 કલાક નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ થશે સારવાર જામનગર જીવનના પ્રથમ શ્વાસથી જ સંઘર્ષ કરી રહેલી 18 મહિનાની હાથીની બાળકી ‘માયા’ને હવે નવજીવનની આશા મળી છે. કેરળના જંગલ…

ADC બેંક U-19 સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો દમદાર વિજય

સંત કબીર સ્કૂલને 79 રનથી હરાવી હીરામણિ સ્કૂલે નોંધાવી શાનદાર જીત; ક્રિષ્ના તિવારીની અડધી સદી અને નીલ પુરાનીનું ઓલરાઉન્ડ પ્રદર્શન અમદાવાદ: ADC બેંક અંડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટ–2026માં હીરામણિ સ્કૂલે શાનદાર રમતનું પ્રદર્શન કરીને સંત કબીર સ્કૂલ સામે 79 રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. તા. 6 નવેમ્બર, 2026ના રોજ પાયોનિયર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ ખાતે રમાયેલી આ મેચમાં…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 06-11-2026, 250થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

ધનતેરસે ગુજરાતમાં સોનાની ચમકઃ ₹210 કરોડનું 150 કિલો સોનું વેચાયું, એકલા અમદાવાદમાં જ 80 કિલો સુધીની ખરીદી! સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો…

સોમનાથ મંદિર આસપાસ નોનવેજના પ્રતિબંધમાં સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ કરવાનો ઇનકાર, હાઈકોર્ટમાં ઝડપી સુનાવણીના નિર્દેશ

‘દિવાળી મીઠાઈ ખાઈને ઉજવો’: સુપ્રીમ કોર્ટની હળવી ટિપ્પણી; મંદિરથી 500 મીટરના વિસ્તારમાં માંસાહાર બનાવવા, વેચવા અને સંગ્રહ પરનો પ્રતિબંધ યથાવત્ નવી દિલ્હી/સોમનાથઃ વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસ માંસાહારી ખાણીપીણી પર લાદવામાં આવેલા પ્રતિબંધનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. પરિણામે સોમનાથ મંદિરની આસપાસના…

ધનતેરસે ગુજરાતમાં સોનાની ચમકઃ ₹210 કરોડનું 150 કિલો સોનું વેચાયું, એકલા અમદાવાદમાં જ 80 કિલો સુધીની ખરીદી!

સોનાના ભાવમાં ઘટાડો થતાં ગ્રાહકોની બજારમાં ભીડ; રાજ્યના કુલ વેચાણમાં અમદાવાદનો 40થી 53 ટકા હિસ્સો, ગયા વર્ષની સરખામણીએ વેચાણમાં 20 ટકાના વધારાનો અંદાજ અમદાવાદઃ દિવાળીના પર્વમાં ધનતેરસના શુભ અવસરે ગુજરાતના સોના-ચાંદીના બજારોમાં ખરીદીની જોરદાર ચમક જોવા મળી હતી. સોનાના ભાવમાં તાજેતરમાં આવેલા ઘટાડાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો જ્વેલરી શોરૂમ અને સોનાના બજારોમાં ઉમટી…

ધનતેરસે શુક્રનું રાશિ પરિવર્તન: આગામી 16 દિવસ પાંચ રાશિઓ માટે ધનલાભના યોગ, વેપારમાં પ્રગતિથી નોકરીમાં પ્રમોશન સુધી મળશે શુભ ફળ!

6થી 22 નવેમ્બર સુધી કન્યા રાશિમાં રહેશે શુક્રનું ગોચર; વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિના જાતકોને આર્થિક લાભ, સુખ-સમૃદ્ધિ અને કારકિર્દીમાં પ્રગતિના સંકેત અમદાવાદ: ધનતેરસના પવિત્ર અવસરે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ એક મહત્ત્વપૂર્ણ ગ્રહ પરિવર્તન થયું છે. ધન, વૈભવ, ઐશ્વર્ય, પ્રેમ અને ભૌતિક સુખ-સુવિધાઓનો કારક માનવામાં આવતો શુક્ર ગ્રહ તુલા રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ્યો છે. જ્યોતિષીય…

સાધનોની મર્યાદા વચ્ચે ગુજરાતની કલ્પનાબેન ચૌર્યાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી, ભારતની બ્લાઇન્ડ મહિલા ટીમમાં સ્થાન

દૃષ્ટિની ક્ષમતા ન હોવા છતાં ક્રિકેટ પ્રત્યેનો અદમ્ય જુસ્સો : વિશ્વવિજેતા ભારતીય ટીમમાં ગુજરાતની દીકરીની પસંદગી, 2થી 8 ડિસેમ્બર દરમિયાન નેપાળ સામે રમશે પાંચ ટી-20 મેચની શ્રેણી ગુજરાતની એક સામાન્ય પરિવારમાંથી આવતી અને મર્યાદિત સંસાધનો વચ્ચે ક્રિકેટમાં આગળ વધવાની હિંમત ધરાવતી કલ્પનાબેન ચૌર્યાએ પોતાની પ્રતિભા અને સંઘર્ષના બળે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મેળવ્યું છે. ભારતની મહિલા…

ચોથી ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ ઉપસ્થિત રહેશે

વિજયપુરાની સૈનિક સ્કૂલ બીજાપુર ખાતે 7 નવેમ્બરે યોજાશે સમાપન સમારોહ; દેશની 43 સૈનિક સ્કૂલના 544 કેડેટ્સે આ પાંચ દિવસીય રાષ્ટ્રીય રમતોત્સવમાં લીધો ભાગ અમદાવાદ/વિજયપુરા: કર્ણાટકના વિજયપુરા સ્થિત સૈનિક સ્કૂલ બીજાપુર ખાતે આયોજિત ચોથી ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ્સ નેશનલ ગેમ્સ-2026નો સમાપન સમારોહ 7 નવેમ્બર, 2026ના રોજ યોજાશે. આ સમારોહમાં કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ વિશેષ ઉપસ્થિતિ…