ઉ.મેક્સિકોમાં બસ-ટ્રક ટકરાતાં 19નાં મોત, 18 ઘાયલ

અકસ્માત પોર્ટની નજીકના શહેર માજાતલાનની નજીક એલોટા ટાઉનશિપમાં સર્જાયો માજાતલાન ઉત્તર મેક્સિકોમાં એક હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓછામાં ઓછા 19 લોકોએ જીવ ગુમાવ્યાંની માહિતી મળી રહી છે. જ્યારે 18થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી મળી છે. રાજ્યના નાગરિક સુરક્ષા કાર્યાલયના નિર્દેશક રોય નવરેટેએ કહ્યું કે આ અકસ્માત પોર્ટની…

બજેટ પહેલાં સરકારની ભેટ, મોબાઈલના ભાવમાં ઘટાડો થશે

સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું જે મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 10% છૂટ આપવામાં આવી નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી આવતીકાલે બજેટ રજૂ કરશે. આ વખતે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે નહીં. બજેટની રજૂઆત પહેલા સરકારે મોબાઈલ મેન્યુફેક્ચરિંગને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં…

બેઠક વહેંચણી મામલે એક તરફી નિર્ણય ન લઈ શકાયઃ જયરામ રમેશ

હજુ સુધી અમારા તરફથી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, ગઠબંધનમાં સામેલ તમામ સભ્યોનો સમાન મત હોવો જોઈએઃ કોંગ્રેસ નેતા કટિહાર ઈન્ડિયાગઠબંધનમાં સીટ વહેંચણીનું કોકડુ હજુ પણ વણઉકેલાયેલું જ છે. સીટ વહેંચણીના ફસાયેલા પેચ માટે કોઈ સુખદ સમાધાન નથી આવ્યું. ત્યારે હવે ગઠબંધનમાં સીટ વહેંચણી પર ચાલુ થયેલા રાજકીય ઘમાસાણ પર કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા…

મુનવ્વર ફારુકીને લોકોએ બાંદ્રાની રેસ્ટોરન્ટ બહાર ઘેરી લીધો

મુનવ્વર ભીડમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે તે પડી ગયો મુંબઈ બિગ બોસ 17 ના વિનર મુનવ્વર ફારુકી પ્રત્યે લોકોની દિવાનગી ઓછી થઈ રહી નથી. ટ્રોફી જીતીને આવેલા મુનવ્વરની એક ઝલક મેળવવા માટે પણ લોકો આતુર છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં મુનવ્વરને લઈને લોકોની દીવાનગી જોવા મળી રહી છે….

હિમાચલમાં ભૂસ્ખલનથી નેશનલ હાઈવે 4 સહિત 130 રસ્તા બંધ

હિમવર્ષાથી અટલ ટનલ રોહતાંગ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા, મનાલીમાં નેહરુ કુંડથી આગળ વાહનવ્યવહાર બંધ કરી દેવાયો શિમલા હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફ થર જામી ગયા છે જેના…

વસિયતનામા માટે મૃત વ્યક્તિને કાગળ પર જીવિત બતાવાઈ

મહિલાએ 1996માં જમીન વેચી હતી તેને પચાવી પાડવા માટે એક શખસે ચોંકાવનારું કૃત્ય કર્યું હતું રાજકોટ પ્રોપર્ટી માટે લોકો અત્યારે કઈપણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારો વચ્ચે ઘર ઘરમાં મહાભારત થઈ જાય છે. આવો જ એક અચંબિત કરતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં મૃત્યુ પામેલી…

સેન્સેક્સમાં 612 અને નિફ્ટીમાં 203 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

આઇશર મોટર, સન ફાર્મા અને ટાટા મોટર્સના શેર પણ ઉછાળા સાથે બંધ થયા હતા. લાર્સન એન્ડ ટુબ્રો, ટાઇટન, બીપીસીએલ અને ટાટા કન્ઝ્યુમરના શેર શેરબજારમાં ટોપ લુઝર્સમાં છે મુંબઈ બુધવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો હતો. બીએસઈ સેન્સેક્સ 612 પોઈન્ટના ઉછાળા સાથે 71752 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 203 પોઈન્ટના…

ટીપુ સુલ્તાનન પ્રતિમા પર ચપ્પલની માળા પહેરાવાતા લોકો રસ્તા પર ઊતર્યા

રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પણ ચક્કાજામ કરી રોડ પર ટાયરો સળગાવ્યા, પોલીસનો કાફલો દોડી આવ્યો મૈસુર કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ટીપુ સુલતાનના ફોટો પર ચપ્પલની માળા મળી આવતા તંગદિલી સર્જાઈ છે. સિરવાર શહેરમાં મૈસુરના પૂર્વ શાસનની મૂર્તિનું અપમાન કરવા મુદ્દે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રોષે ભરાયેલા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પણ ચક્કાજામ…

જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસજીના ભોંયરામાં હિંદુઓ પૂજા કરી શકશે

હિન્દુ પક્ષો કોર્ટના નિર્ણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે વારાણસી જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિંદુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે વ્યાજ પરિવારને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આ ઉપરાંત સાત દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ…

પેટીએમ બેંકને નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરવા આરબીઆઈનો આદેશ

પેટીએમ બેંકે તાત્કાલિક અસરથી આ આદેશનું પાલન કરવું પડશે નવી દિલ્હી ડિજીટલ પેમેન્ટ અને નાણાકીય સેવા કંપની પેટીએમમોટી મુશ્કેલીમાં આવી ગઈ છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ આદેશ આપ્યો છે કે પેટીએમબેંક નવા ગ્રાહકો ઉમેરવાનું બંધ કરે. અહેવાલો અનુસાર, પેટીએમબેંકે તાત્કાલિક અસરથી આ આદેશનું પાલન કરવું પડશે. કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, એક વ્યાપક સિસ્ટમ…

કેશોદમાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ અશ્વિન ખટારીયાનું રાજીનામું

ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે, કહેવાઇ રહ્યું છે છેલ્લા કેટલાય સમયથી અશ્વિન ખટારીયાને સાઇડ લાઇન કરવામાં આવી રહ્યાં હતા અમદાવાદ રાજ્યમાં ફરી એકવાર કોંગ્રેસ તુટવાના સમાચાર સામે આવ્યા છે, જુનાગઢ જિલ્લાના કેશોદમાં કોંગ્રેસનો આંતરિક ડખો હવે છતો થયો છે. હાલમાં જ કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન…

રામ મંદિર બનાવવાની ઈચ્છા સદીઓથી હતી, જે આજે પૂરી થઈઃ રાષ્ટ્રપતિ મુર્મુ

નવા સંસદ ગૃહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું પ્રથમ સંબોધન, જમ્મુ-કાશ્મીરમાં 370મી કલમ દૂર કરવા સહિતના મુદ્દાનો તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો નવી દિલ્હી સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે બુધવાર (31 જાન્યુઆરી)થી શરૂ થઈ રહ્યું છે. આ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જોઇન્ટ સેશનને સંબોધિત કરી રહ્યાં છે. આ પ્રસંગે દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે નવા ગૃહમાં આ તેમનું…

નીટ-પીજીની પરીક્ષા ફીમાં 750 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો

આગામી પરીક્ષા માટે 1 જાન્યુઆરી, 2024 પછી અરજી ફોર્મ સબમિટ કરનારા તમામ ઉમેદવારોએ ઓછી ફી ચૂકવવી પડશે નવી દિલ્હી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – પોસ્ટ ગ્રેજ્યુએટ (નીટ-પીજી)ના તમામ ઉમેદવારોની પરીક્ષા ફીમાં 750 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું હતું કે મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (એનબીઈએમએસ) એ…

રાજકોટમાં ગાર્બેજ કલેક્શન ચાર્જ અને વોટર ચાર્જમાં વધારો કરવા સુચન

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરબોજ વગરનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા રાજકોટ રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2024-25 નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. 31.01.2024ના રોજ રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટની અંદર 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું…

સોલા સિવિલમાં સપ્તાહમાં ઓપીડીમાં વધારો, 12000 જેટલી ઓપીડી

ડબલ ઋતુ ના કારણે શરદી. ઉધરસ. તાવ જેવા વાયરલ ઇન્ફેક્શન ના રોગના દર્દી વધુ રહ્યા, ડેન્ગ્યુના 60 સસ્પેકટેડ કેસમાં એક પોઝિટિવ કેસ રહ્યો અમદાવાદ  રાજ્યમાં હાલ ઠંડી સાથે ગરમી એટલે કે ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. જે ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના રોગમાં વધારો નોંધાયો છે. અને તેમાં પણ સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં…

પોરબંદરના દરિયા કિનારે બાળકો સેફટી સુરક્ષા વગર રમતા નજરે પડ્યા

પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના 62 બાળકોને પ્રવાસ માટે પોરબંદર તરફ લઈ જવામાં આવ્યા હતા વડોદરા એક તરફ વડોદરામાં બનેલ બોટ કાંડને હજુ માત્ર ગણતરીના દિવસો જ વીત્યા છે. જેમાં 14 બાળકોનો નિર્દોષ જીવ ગયો હતો. ત્યારે પાદરામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક…

લદાખમાં એલએસી પર પશુપાલકો ચીની સૈનિકો સાથે બાખડી પડ્યા

ચીની સૈનિકો આ પશુપાલકોને ઘેટા ચરાવવાથી રોકી રહ્યા હતા, જેના કારણે બંને વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી લદાખ લદ્દાખમાં એલએસીનજીક ભારતીયો અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હકિકતમાં લદ્દાખમાં ઘેટાં ચરાવતા પશુપાલકોના જૂથની એલએસીપાસે ચીની સૈનિકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ પશુપાલકોનું આ જૂથ બહાદુરીપૂર્વક ચીની…

રેલવેમાં ટેક્નિશિયન પદો માટે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પડાશે

બોર્ડ દ્વારા તેના નોટિફિકેશનમાં ઉમેદવારો માટે પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા અને મહત્ત્વપૂર્ણ તારીખો વિશે વિગતવાર  જણાવવામાં આવશે નવી દિલ્હી ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ‘લોકો પાયલોટ’ માટે 5600 થી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવ્યા બાદ હવે રેલવે દ્વારા ફરી મોટી સંખ્યામાં ભરતી બહાર પાડવામાં આવી છે….

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ટોપના જનરલ તેમની સામે બળવો કરે એવી શક્યતા

યુક્રેનના સૈન્ય અધિકારીઓ દ્વારા આશરે 332 કરોડ રૂપિયાની ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો કીવ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રેનમાં બળવો થવાનો છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના ટોપના જનરલ તેમની સામે બળવો કરી શકે છે. થોડા દિવસો પહેલા જ ઝેલેન્સકીએ પ્રથમ વખત તેની આવકની વિગતો જાહેર કરી…

માલદીવમાં ભારત સમર્થક પર અજાણ્યા લોકોનો ચાકુથી હુમલો

માલદીવમાં અને ભારત વિરોધી મોહમ્મદ મોઈજ્જુની પાર્ટી સત્તા પર આવી છે ત્યારથી શરુ થયેલી ઉથલ પાથલ હવે લોહિયાળ સ્વરુપ ધારણ કરી રહી છે માલી માલદીવના રાજકીય પક્ષો આજકાલ ભારત વિરોધી અને ભારત તરફી એમ બે છાવણીમાં વહેંચાઈ ગયા છે અને તેના કારણે માલદીવમાં ભારે તનાવ પણ છે.  આ દરમિયાન ભારત સમર્થક હુસૈન શમીમ પર અજાણ્યા…