મહિલાએ સંતાનો પાસેથી ભીખ મંગાવીને છ સપ્તાહમાં અઢી લાખની કમાણી કરી

મહિલા એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને રોકડની માલિક ઈન્દોર  એક પ્લોટ, બે માળનું મકાન, મોટરસાઈકલ, 20 હજાર રૂપિયાનો સ્માર્ટફોન અને ફક્ત છ અઠવાડિયામાં અઢી લાખ રૂપિયા કમાણી. આ કોઈ નોકરિયાત વર્ગની સંપત્તિ નથી પરંતુ એક ભીખારણની છે, જે તેણે પોતાના સંતાનો પાસે ભીખ મગાવીને ઊભી કરી છે. ઈન્દોર પોલીસે…

કેનેડિયન સિટિઝનશિપ માટેની અરજીઓમાં ઘટાડો

કેટલાક કિસ્સામાં તો કેનેડામાં સેટલ થવાના બદલે લોકો રિવર્સ માઈગ્રેશન કરી રહ્યા છે નવી દિલ્હી ભણવા અને કામ કરવા માટે ભારતીયો વિદેશ જવાનો વિચાર કરે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે. ત્યાર પછી યુકે અને કેનેડા જેવા દેશોનો વારો આવે છે. કેનેડાએ લાખો ભારતીયોમાં પાછલા કેટલાક વર્ષોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. પરંતુ હવે ભારતીયોને…

વધુ છ દેશોમાં ભારતીયો વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકશે

15 દિવસથી લઈને 90 દિવસ સુધી વિદેશી ટૂર કરવી હોય તો આ છૂટછાટ ઉપયોગી બની શકે છે નવી દિલ્હી ભારતીય પ્રવાસીઓની ફોરેન ટ્રાવેલની ભૂખ ઉઘડી ગઈ છે. તેથી વધુને વધુ બિઝનેસ મેળવવા માટે મલેશિયા, થાઈલેન્ડ સહિત કેટલાક દેશો ભારતીય ટુરિસ્ટને અમુક સમય માટે વિઝા ફ્રી ટ્રાવેલની ઓફર કરે છે. 15 દિવસથી લઈને 90 દિવસ સુધી…

શેફિલ્ડમાં મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની હત્યા

આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે નામના એક અમેરિકન યુવકની ધરપકડ કરી અલાબામા અમેરિકામાં વધુ એક ગુજરાતીની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. અલાબામા સ્ટેટના શેફિલ્ડ શહેરમાં પોતાની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલને 08 ફેબ્રુઆરી 2024ના દિવસે તેમની જ મોટેલમાં ગોળી મારવામાં આવી હતી.આ મામલામાં પોલીસે 34 વર્ષના વિલિયમ મૂરે…

ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા 10 વર્ષમાં 58થી વધીને 2.10 લાખ

તમામ વસવાટ ધરાવતાં ગામડાંને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવા માટે રૂ. 1.88 લાખ કરોડના ખર્ચની જોગવાઈ ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા મે 2014માં 58 હતી, જે વધીને ડિસેમ્બર 2023 સુધીમાં 2.10 લાખ થઈ ગઈ છે. તાજેતરમાં, સરકારે 1.88 લાખ કરોડ રૂપિયાના ખર્ચે તમામ વસવાટ ધરાવતા ગામોને આવરી લેવા માટે ભારતનેટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય સંચાર…

મલય ઠક્કર ક્વા. ફાઇનલમાં, મોખરાન ક્રમનો ગૌરાંગ આઉટ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કરે મેન્સ 49+ કેટેગરીમાં શનિવારે અમિત ખંધારને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ…

5મી કેજી પ્રભુ મેમોરિયલ શૂટીંગ ચેમ્પિયનશિપ 2024નો ઇનામ વિતરણ સમારોહ

5મી કેજી પ્રભુ મેમોરિયલ શૂટીંગ ચેમ્પિયનશિપ 2024નો ઇનામ વિતરણ સમારોહ THE AM & RTA (રાઇફલ ક્લબ) અમદાવાદ ખાતે યોજાયો હતો. મેડલ વિતરણ સમારોહમાં 10M એર ઇવેન્ટ્સ (NR અને ISSF) ના વિજેતાઓને મેડલ આપવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી શૂટરોએ 10M એર રાઈફલ અને એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો અને વિવિધ કેટેગરીમાં પુરુષો, મહિલા, જુનિયર, યુવા,…

કોટક મ્યુચ્યુઅલ ફંડે દેશના ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવા માટેની તક પૂરી પાડવા કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 12મી ફેબ્રુઆરી 2024ના રોજ ખૂલે છે અને 26મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થાય છે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને…

સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં પ્રસુન્ના પારેખને ત્રણ ટાઇટલ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાયેલી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વર્તમાન વેટરન્સ નેશનલ ચેમ્પિયન અને મોખરાના ક્રમની પ્રસુન્ના પારેખે ત્રણ ટાઇટલજીતી લીધાં હતાં. આ ટુર્નામેન્ટ ભૂજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક દ્વારા સ્પોન્સર…

રિલાયન્સ જ્વેલ્સની વેલેન્ટાઇન્સ ડે 2024 અગાઉ નવા કલેક્શનની રજૂઆત

મુંબઈ ભારતની સૌથી ઝડપથી વિકસતી અને વિશ્વાસપાત્ર જ્વેલરી બ્રાન્ડ્સમાંની એક રિલાયન્સ જ્વેલ્સે પ્રેમ અને સહચર્યની ભાવનાની ઉજવણી કરતા વિશિષ્ટ તહેવાર વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે એક જ્વેલરી કલેક્શન રજૂ કર્યું છે. આ કલેક્શનમાં 14 કેરેટ યલો ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને ડાયમંડમાં બનેલી ઉત્કૃષ્ટ રીતે તૈયાર કરેલી રિંગ્સ, કપલ બેન્ડ અને પેન્ડન્ટ્સનો સમાવેશ થાય છે. રોજબરોજ પહેરવા માટે…

દેશનું તંત્ર માત્ર 3-4 લોકો માટે ચલાવવામાં આવી રહ્યું છેઃ રાહુલ ગાંધી

જનતા પર મોંઘવારીનું ભારણ છે, આ જ આર્થિક અન્યાય હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ કોરબાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ છત્તીસગઢ પહોંચી છે. તેમની યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ હતી જે મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા બિહાર, ઝારખંડ, ઓડિશા થઈને છત્તીસગઢ પહોંચી છે. ત્યારે છત્તીસગઢમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આ…

તમામ ખેલાડીને પોતાની ટીમ માટે રણજી રમવા કહેવાશે

રણજી ટ્રોફી દરમિયાન આઈપીએલ મોડમાં આવતા ખેલાડીઓથી બીસીસીઆઈ ખૂબ નારાજ, ઈશાન કિશન નિશાના પર નવી દિલ્હીબીસીસીઆઈ એવા ક્રિકેટરોને એક મજબૂત સંદેશ મોકલવાની તૈયારી કરી રહ્યું છે જેઓ ન તો ભારતીય ટીમનો ભાગ છે અને ન તો રણજી ટ્રોફી જેવી મહત્વપૂર્ણ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. બીસીસીઆઈ આવા ખેલાડીઓથી નારાજ છે અને ટૂંક સમયમાં તેમની…

મેટા એઆઈની મદદથી ઈમેજ બનાવવા માટે નવું ફિચર લાવશે

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને થ્રેડના યુઝર્સ જાણી શકશે કે ઈમેજ એઆઇ દ્વારા બનાવવામાં આવી છે કે નહિ નવી દિલ્હીઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચા હાલ દરેક જગ્યાએ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અથવા એઆઈને લઈને દરેક ક્ષેત્રમાં વિવિધ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. ધીમે ધીમે દરેક કંપની પોતાની સર્વિસમાં એઆઇનો ઉપયોગ શરુ કરી રહી છે. જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને…

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણનું કોંગ્રેસમાંથી રાજીનામું

અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ જશે તો તેમને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે મુંબઈમહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુસીબત ઘટવાનું નામ નથી લઈ રહી. હવે વધુ એક મોટા નેતાએ રાજીનામું આપ્યાના સમાચાર મળી રહ્યાં છે. માહિતી અનુસાર કોંગ્રેસ વતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્ગજ નેતા અશોક ચવ્હાણે રાજીનામું આપી દીધું છે. તેમણે વિધાનસભા સ્પીકરને રાજીનામું સોંપી…

યુક્રેનિયન યુવતી પર દુષ્કર્મના કેસમાં પાક. યુવકને 20 વર્ષની કેદ

પેકરાચી જિલ્લાના વતની આનંદ કુમાર સન્યાલે 31 ઓગસ્ટ 2020ની રાત્રે યુક્રેનિયનના ઘરમાં ઘુસી ગયો અને તેની 13 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો મથુરાયુપીના મથુરાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે એક પાકિસ્તાની યુવકને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો યુક્રેનિયન યુવતી પર બળાત્કારનો છે. આ મામલામાં પાકિસ્તાની યુવકને દોષી ઠેરવવામાં આવ્યો છે. કોર્ટે આ…

નીતિશ કુમારે બિહારમાં 129 સભ્યોના સમર્થનથી વિશ્વાસનો મત જીતી લીધો

નીતીશ કુમારના ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષે વૉકઆઉટ કર્યું પટનાનીતીશ કુમાર ફરી એનડીએમાં જોડાઈ ગયા બાદ બિહારના 9મી વખત મુખ્યમંત્રી બની જવામાં સફળ રહ્યા હતા. ત્યારે હવે આજે વિધાનસભામાં તેમની સરકારે વિશ્વાસ મત મેળવી લીધો છે. નીતીશ સરકારે ફ્લોર ટેસ્ટમાં જીત મેળવી છે. એનડીએને 129 મત મળ્યા છે. નીતીશ સરકારને બહુમત હાંસલ થયો છે.નીતીશ કુમારના ફ્લોર…

સપ્તાહના પહેલા જ દિવસે માર્કેટ વેલ્યૂમાં 7.58 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો

કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એનટીપીસી અને એસબીઆઈના બીપીસીએલ શેર નબળાઈ પર બંધ થયા મુંબઈભારતીય શેર બજારના રોકાણકારો માટે આ અઠવાડિયે પહેલું ટ્રેડિંગ સત્ર ખુબ જ નિરાશાજનક રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક માટે આજનું સત્ર બ્લેક મંડે સાબિત થયું છે. આજે ટ્રેડિંગમાં બેંકિંગ સ્ટોક્સમાં પણ ખુબ વેચાણ જોવા મળ્યું છે….

ઈમરાન સમર્થિત ઉમેદવારોનો 101 બેઠક પર વિજય, જોડતોડનું રાજકારણ જારી

336માંથી 264 સંસદીય બેઠકોના પરિણામો જાહેર, નવાઝ શરીફની પાર્ટીને 75 બેઠકો, બિલાવલ ભુટ્ટો ઝરદારીનીને 54 બેઠકો અને ભારતથી આવેલા ઉમેદવારોને 54 બેઠકો મળી ઇસ્લામાબાદપાકિસ્તાન ચૂંટણી પરિણામો 2024 જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી અને સરકાર બનાવવા માટે સાથી પક્ષો માટે પણ પ્રયાસો કરી રહ્યા છે. વિધાનસભાની…

બુબવાણામાં લટકતો વીજ વાયર ટ્રેકટર ટ્રોલીને અડી જતાં 3નાં મોત

ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે, અન્ય 6 મજૂરોને પણ જોરદાર ઝટકો વાગ્યો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. અહીં બુબવાણા ખાતે વીજળીનો લટકતો વાયર ટ્રેક્ટર ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હોવાની ઘટના બની. જેમાં ત્રણેયના મોતના અહેવાલ છે. આ ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના હોવાનું મનાય છે.  જોકે અન્ય 6…